આઈટી ચકાસણીમાં હવે આવકવેરા અધિકારીની થશે બાદબાકી

આઈટી ચકાસણીમાં હવે આવકવેરા અધિકારીની થશે બાદબાકી
 
પીટીઆઈ
નવી દિલ્હી, તા. 13 ફેબ્રુ.
આવકવેરા ક્રૂટિનીનો સામનો કરતી વ્યક્તિઓને હવે મોટી રાહત થશે. હવે વધારાનું આદાનપ્રદાન માત્ર ઈ-પ્રોસિડિંગ મારફત જ થશે. 
આમ આખી પ્રક્રિયા આઈટી અધિકારી અથવા કર્મચારી વિહોણી બની જશે. સેન્ટ્રલ બોર્ડ અૉફ ડિરેકટ ટેકસીસ (સીબીડીટી)એ જણાવ્યું છે કે આ જોગવાઈ સર્ચ-સંબંધિત આકારણીને લાગુ નહીં પડે.
કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલીએ બજેટ પ્રવચનમાં જણાવ્યું હતું કે હવે આકારણી ઈલેક્ટ્રોનિક માધ્યમથી થશે. આમાં વ્યક્તિ-વ્યક્તિનો સંપર્ક નહીં થાય. આથી કાર્યક્ષમતા અને પારદર્શકતા વધશે.
માત્ર અમુક સ્ટેશનો જ્યાં ઈ-કોમ્યુનિકેશન્સ માટે મર્યાદિત બેન્ડવીધ છે ત્યાં 31 માર્ચ, 2018 સુધી થોડીક છૂટછાટ અપાશે. આકારણીદારને ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં બધી નોટિસો હવે ઈલેક્ટ્રોનિકલી મળશે. તમામ ઓર્ડર, સંદેશાવ્યવહાર કે નોટિસો પર એસેસિંગ અૉફિસરની ડિજિટલી સહી હશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer