બાર પીએસયુ બૅન્કોને છે અધ્યક્ષની તલાશ


મુંબઈ, તા. 22 મે
ટૂંક સમયમાં સરકાર હસ્તક 12 બૅન્કોનાં ટોચનાં પદ ખાલી પડશે. અત્યારે ચાર બૅન્કમાં પદ ખાલી છે, જ્યારે બાકીની આઠ બૅન્કમાં તે ટૂંક સમયમાં ખાલી થશે. 
બૅન્કિંગ ક્ષેત્રનાં સૂત્રોએ કહ્યું કે, આવું પહેલીવાર બની રહ્યું છે જ્યારે આટલી બધી બૅન્કોનાં ટોચનાં પદ ખાલી રહેશે. આ વર્ષમાં દેના બૅન્ક, આંધ્ર બૅન્ક પંજાબ ઍન્ડ સિંધ બૅન્કના ટોચનાં સ્થાન ખાલી છે. જ્યારે અલાહાબાદ બૅન્કનાં સીઈઓ ઉષા અનંતસુબ્રમણ્યનને નિક્રિય બનાવી દેવાયાં છે. પંજાબ નેશનલ બૅન્કના આ ભૂતપૂર્વ અધ્યક્ષની નીરવ મોદી કૌભાંડમાં સક્રિય ભૂમિકા હોવાની સીબીઆઈએ ફરિયાદ કરી છે. 
બૅન્ક અૉફ બરોડાના સીઈઓ પીએસ જયાકુમારનો ત્રણ વર્ષનો ગાળો ટૂંક સમયમાં પૂર્ણ થશે, તેમ જ સેન્ટ્રલ બૅન્ક અૉફ ઈન્ડિયાના રાજીવ રિષીનો કાર્યકાળ પણ પૂરો થવામાં છે. આ સિવાય કેનેરા બૅન્કના રાકેશ શર્મા, ઈન્ડિયન બૅન્કના કિશોર ખરાત, સિન્ડિકેટ બૅન્કના મેલ્યાન રેગો, યુનાઈડેટ બૅન્કના પીકે બજાજ અને યુકો બૅન્કના આરકે ઠક્કર પણ નિવૃત્ત થશે. 
આ 12 બૅન્કોના અધ્યક્ષ બનવા માટે 19 એક્ઝિક્યુટિવ ડિરેક્ટર લાયક છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે, જે ડિરેક્ટર્સે ઈડી તરીકે એક વર્ષ પૂરું કર્યું હોય અને બે વર્ષ બાકી હોય તેઓ સીઈઓ બનવા માટે પાત્ર ઠરે  છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer