ફાઈનાન્સ, બૅન્કિંગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મહારાષ્ટ્ર 500 ફિનટેક કંપનીઓ રોકશે


મુંબઈ, તા. 12 જૂન
મહારાષ્ટ્ર સરાકરે ફાઈનાન્સ અને બૅન્કિંગ ક્ષેત્રના વિકાસ માટે 500 સ્ટાર્ટ-અપ્સને રોકવાનો નિર્ણય કર્યો છે જે સરકારને તેના પ્રોજેક્ટ્સમાં મદદ કરવાની સાથે વિકસતી ટેક્નૉલૉજીસ માટેની નીતિ ઘડવા માટે મદદ કરશે.
મુખ્ય પ્રધાન માટે સ્પેશિયલ ડયૂટી અૉફિસર અને જોઈન્ટ સેક્રેટરી કૌસ્તુભ ધ્વસેએ કહ્યું કે સર્વ સમાવેશક ફિનટેક નીતિ લાવનારું મહારાષ્ટ્ર પ્રથમ રાજ્ય છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, બ્લોકચેઈન અને મશીન લર્નિંગમાં સ્ટાર્ટ-અપસની ગુણવત્તાની ચકાસણી દ્વારા સરકારની સક્રિય ભૂમિકાને મહત્ત્વ આપવામાં મોખરે રહ્યું છે. 
ધ્વસેએ કહ્યું કે રાજ્ય સરકારે બે પગલાં લીધા છે - મહારાષ્ટ્ર ફિનટેક પૉલિસી 2018 અને મહારાષ્ટ્ર ફિનટેક રજિસ્ટ્રી - જ્યાં તમામ સ્ટાર્ટ-અપ્સ પોતાને રિપ્રેઝન્ટ કરવાની તક માટે, અૉનલાઈન ઓક્શન માટે વિવિધ ઈન્સેન્ટિવ મેળવવા અને સકારી પૉલિસીમાં સહભાગી થવા માટે રજિસ્ટર કરાવી શકશે. 
ધ્વસેએ કહ્યું કે, ``ટૂંક સમયમાં રાજ્ય 500 એવા ફિનટેક સ્ટાર્ટ-અપ્સને રોકશે જેમની પાસે પૂરતું ભંડોળ હોય.''
આઈસીઆઈસીઆઈ બૅન્કના એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર અનુપ બાગચીએ કહ્યું કે ફિનટેક ઉદ્યોગ ઝડપથી વિકસી રહ્યો છે, પણ ટેલેન્ટ વધારવામાં અડચણ છે. ગ્રાહકો તેમની સમસ્યાનો એન્ડ-ટુ-એન્ડ ઉકેલ ઈચ્છે છે. તેમાં કેટલીક અડચણ છે. ફિનટેકે આ અડચણને દૂર કરવાની રહેશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer