બીએસઈના કૉમોડિટી સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર ઓલ-ટાઈમ હાઈ

બીએસઈના કૉમોડિટી સેગમેન્ટમાં દૈનિક ટર્નઓવર ઓલ-ટાઈમ હાઈ
મુંબઈ, તા.9 અૉક્ટો.
બીએસઈના  કૉમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ પ્લેટફોર્મમાં સોમવારે 8 અૉક્ટોબરના રોજ સાંજે છ વાગ્યા સુધીમાં રૂા. 196 કરોડનું વોલ્યુમ થયું હતું. ગૉલ્ડ કૉન્ટ્રાક્ટનું વોલ્યુમ 519 લોટ્સ સાથે રૂા. 162.88 કરોડ અને ચાંદીમાં 289 લોટ્સ સાથે રૂા. 33.65 કરોડનું વોલ્યુમ નોંધાયું હતું. ભારતમાં બીએસઈ બીજા ક્રમાંકનું સૌથી મોટુ કૉમોડિટી એક્સ્ચેન્જ બન્યું છે. 
બજાર નિયામક સિક્યુરિટીઝ ઍન્ડ એક્સ્ચેન્જ બોર્ડ અૉફ ઇન્ડિયા (સેબી)એ બીએસઈને 1 અૉક્ટોબર, 2018થી કૉમોડિટી ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગ શરૂ કરવા માટે મંજૂરી આપી હતી. ઍક્સ્ચેન્જે ડિલિવરી આધારિત સોનું (એક કિલો) અને ચાંદી (30 કિલો)ના વાયદા શરૂ કર્યા છે. ઉપરાંત બીએસઈએ કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં પહેલાં વર્ષ માટે ટ્રાન્ઝેક્શન ચાર્જિંગ રાખ્યા નથી. બીએસઈએ 145 ટ્રેડિંગ મેમ્બર્સ અને 27 ક્લિયરિંગ મેમ્બર્સને કૉમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે રજિસ્ટર્ડ કર્યા છે. ભવિષ્યમાં આ આંકડામાં વધારો થશે એવી આશા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer