પાકિસ્તાનને ચાની નિકાસ 22 ટકા વધી

મુંબઈ,  તા. 11 ડિસે.
આ વર્ષના પહેલા 10 મહિના એટલે કે જાન્યુઆરીથી અૉક્ટોબર દરમિયાન પાકિસ્તાનને કરાયેલી ચાની નિકાસમાં પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ 22 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. ટી બોર્ડના જણાવ્યા મુજબ આ ગાળામાં પાકિસ્તાનને ચાની નિકાસ 1.065 કરોડ કિલોગ્રામથી વધીને 1.307 કરોડ કિલોગ્રામ થઈ છે.
જાન્યુઆરીથી અૉક્ટોબરના ગાળામાં મુખ્ય દેશોને ચાની કુલ નિકાસ 19.89 કરોડ કિલોગ્રામથી વધીને 20.04 કિલોગ્રામ થઈ હોવાનો અંદાજ છે.
ભારતીય ચાની સૌથી વધુ આયાત કરનાર દેશ ઇરાન છે, જેની આયાત આ ગાળામાં 2.213 કરોડ કિલોગ્રામથી વધીને 2.304 કિલોગ્રામ થઈ છે. જોકે, સીઆઈએસ દેશોની આયાતમાં નજીવો ઘટાડો નોંધાયો છે. આ દેશોએ પાછલા વર્ષે 5.27 કરોડની સામે આ વર્ષે 5.12 કરોડ કિલોગ્રામ ચાની આયાત કરી છે.
ટી બોર્ડના જણાવ્યા મુજબ મૂલ્યની દૃષ્ટિએ આ 10 મહિનામાં ભારતે ચાની રૂા. 4,061.81 કરોડની નિકાસ નોંધાવી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer