સીએઆઈએ રૂના પાકનો અંદાજ ઘટાડીને 335 લાખ ગાંસડી કર્યો

અમદાવાદ, તા. 8 જાન્યુ.
કૉટન ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએઆઈ)એ 2018-19 પાક વર્ષ માટે રૂના પાકનો તેનો અંદાજ અગાઉના 340.25 લાખ ગાંસડીથી ઘટાડીને 335 લાખ ગાંસડી કર્યો છે. 2017-18નો પાક 365 લાખ ગાંસડી થયાનો અંદાજ છે.
રૂ ઉગાડતા વિસ્તારોમાં અપૂરતા વરસાદથી પાણીની અછતનું કારણ આપીને સીઆઈએએ કહ્યું કે 70-80 વાવેતર વિસ્તારમાં ખેડૂતોએ રૂના છોડ ઉખેડી નાખ્યા છે. `તેને કારણે ત્રીજી અને ચોથી ચૂંટણી માટે કોઈ અવકાશ રહ્યો નથી', એમ ઍસોસિયેશનના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું.
સીએઆઈએ ગુજરાતના પાકના અંદાજમાં 1.50 લાખ ગાંસડીનો મહારાષ્ટ્ર તેમ જ તેલંગણાના પાકના અંદાજમાં 2-2 લાખ ગાંસડીનો ઘટાડો કર્યો છે. 1 અૉક્ટોબર 2018થી 31 ડિસેમ્બર 2018 સુધીનો રૂનો પુરવઠો 142.5 લાખ ગાંસડી અંદાજાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer