2018માં કૉફીની નિકાસ 7.36 ટકા ઘટી

નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
ભારતની કૉફીની નિકાસમાં 2018માં વાર્ષિક ધોરણે 7.36 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જે રોબલ્સ તથા ઇન્સ્ટન્ટ કૉફીની જાતોના શિપમેન્ટમાં ઘટાડાના કારણે ઘટીને 3.50 લાખ ટન નોંધાઈ હતી, એમ કૉફી બોર્ડે જણાવ્યું હતું. મૂલ્યના સંદર્ભમાં જોઈએ તો પણ કૉફીની નિકાસ ઘટી હતી. આગલા વર્ષે કૉફીની નિકાસ રૂા. 6091 કરોડની થઈ હતી તો 2018માં ઘટીને રૂા. 5770.48 કરોડની રહી હતી. 2018માં કૉફી માટેનું નિકાસ બજાર ઈટલી હતું. આ દેશમાં 76,437.56 ટનની નિકાસ કરવામાં આવી હતી. બીજા ક્રમે જર્મની હતું. જ્યાં 28.58 ટન કૉફીની નિકાસ થઈ હતી અને ત્રીજા ક્રમાંકે રહેલા રશિયામાં 21,937 ટન કૉફીની નિકાસ કરવામાં આવી હતી. બોર્ડના આંકડા મુજબ દેશમાંથી કેલેન્ડર વર્ષ 2018માં 3,50,280 ટન કૉફીની નિકાસ કરવામાં આવી હતી. જેની તુલનામાં આગલા કેલેન્ડર વર્ષમાં 3,78,119 ટનની નિકાસ થઈ હતી. આમાંથી રોબલ્સ કૉફીની નિકાસ 17.65 ટકા ઘટીને 1,79,903 ટન, ઇન્સ્ટન્ટ કૉફીની નિકાસ 39.87 ટકા ગગડીને 29,157 ટન રહી હતી જે તેના આગલા વર્ષમાં અનુક્રમે 2,18,463 ટન અને 48,496 ટન રહી હતી. જોકે, અરેબિકા કૉફીના શિપમેન્ટમાં વધારો નોંધાયો હતો જે 47,314 ટનથી વધીને 53,302 ટને પહોંચી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer