સતત બે મહિના સુધી રિટર્ન નહીં ભરો તો ઈ-વે બિલ નહીં મળે

નવી દિલ્હી, તા.8 જાન્યુ.
અનુપાલન નહીં કરનારા બિઝનેસોને ફરજિયાત રિટર્ન ભરવા માટે દબાણ કરવા નાણાં મંત્રાલયે નક્કી કર્યું છે કે, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) અંતર્ગત બે મહિના સુધી રિટર્ન ભર્યું ન હોય તો સંબંધિત બિઝનેસના કન્સાઈમેન્ટનું ઈ-વે બિલ જનરેટ કરવા દેવાશે નહીં. 
બિઝનેસોએ રૂા. 50,000થી વધુ મૂલ્યના માલ માટે ઈ-વે બિલ જનરેટ કરવું જરૂરી છે. આ માટે સપ્લાયર/માલ લેનારે જીએસટી આઈડેન્ટિફિકેશન નંબરની વિગતો ફોર્મના પાર્ટ-એમાં આપવાની હોય છે, જ્યારે પાર્ટ-બીમાં વાહનોની વિગતો ટ્રાન્સપોર્ટરે આપવાની હોય છે. 
એએમઆરજી એન્ડ એસોસિયેટ્સના પાર્ટનર રજત મોહને કહ્યું કે, નાણાં મંત્રાલયના આ પગલાનો અર્થ એવો થાય છે કે જો બિઝનેસ રિટર્ન ભરશે નહીં તો તેમના માલનું પરિવહન થશે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer