વડા પ્રધાન સોવરિન વેલ્થ ફંડ્સના વડાઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે

વાઇબ્રન્ટ સમિટ 2019
 
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 8 જાન્યુ.
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં પ્રથમવાર સોવરિન વેલ્થ ફંડ્સ અને પેન્શન ફંડ્સના વડાઓ તેમ જ સંસ્થાકીય રોકાણકારો સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજશે અને ત્યારબાદ તેમની સાથે ડીનર લેશે. આ બેઠકમાં વડા પ્રધાનની સાથે કેન્દ્રના નાણાપ્રધાન અરુણ જેટલી સહિત રિઝર્વ બૅન્કના ગવર્નર ઉપસ્થિત રહેશે.  આ સાથે 13 દેશોની 27 જેટલી કંપનીઓ કે જેઓ સોવરિન વેલ્થ ફંડ સાથે સંકળાયેલી છે, તે હાજર રહેશે. 
દેશમાં પ્રથમવાર યોજનારી ઇવેન્ટ દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કરવામાં આવેલા આર્થિક સુધારા વિશે જાણકારી અપાશે તેમ જ રોકાણકારો સામે રોકાણની વિવિધ તકો રજૂ કરાશે. વિશ્વમાં સોવરિન વેલ્થ ફંડ્સ, પેન્શન ફંડ્સ અને સંસ્થાકીય રોકાણકારો પાસે ટ્રિલિયન ડૉલરનું ફંડ હોય છે. આ લોકો જુદા જુદા દેશમાં ઍરપોર્ટ, બંદરો, રેલ, રસ્તાઓ, અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા મોટા આંતરમાળકીય પ્રોજેક્ટ્સમાં મૂડીરોકાણની તકો શોધતા હોય છે.  
તેમણે કહ્યું કે, આ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વિકાસની વિશાળ તકો રહેલી છે તેવા મેગા પ્રોજેક્ટ્સનું પ્રેઝન્ટેશન દર્શાવાશે. રાજ્યસરકારને એવી આશા રાખે છે કે જેનો 36 ટકા હિસ્સો ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે તેવા દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર (ડીએમઆઇસી)માં સમાવિષ્ટ પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
વધુમાં તેમણે કહ્યું કે, વિશ્વના સૌથી મોટા પેન્શન ફંડ તરીકે પ્રસ્થાપિત જપાનના ગર્વમેન્ટ પેન્શન ઇન્વેસ્ટમેન્ટ ફંડ (જીપીઆઇએફ) કે જે 1 લાખ કરોડ ડૉલરથી વધુ સંપત્તિનું સંચાલન કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer