ગુજરાતની કંપનીઓને ઉઝબેકિસ્તાનમાં ફાર્મા અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રે વ્યાપક સંભાવનાઓ જણાય છે

ગુજરાતની કંપનીઓને ઉઝબેકિસ્તાનમાં ફાર્મા અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રે વ્યાપક સંભાવનાઓ જણાય છે
વાઈબ્રન્ટ ગુજરાત માટે વડા પ્રધાન ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટને આવકારવા સજ્જ
 
નવી દિલ્હી, તા. 8 જાન્યુ.
ચીન જ્યારે સંસાધનોથી સમૃદ્ધ એવા ભારતની `કનેક્ટ સેન્ટ્રલ એશિયા' નીતિ આડે અંતરાયો ઊભા કરી રહ્યું છે, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા ચાર મહિનામાં બીજીવાર ઉઝબેકિસ્તાનના પ્રેસિડેન્ટ શૌકત મિર્ઝિયોયેવને આવકારવા સજ્જ બન્યા છે.
18-20 જાન્યુઆરી દરમિયાન યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત બિઝનેસ સમિટમાં મિર્ઝિયોયેવ મુખ્ય અતિથિ હશે. ઉઝબેકિસ્તાન ભારતમાં મોટા પાયે રોકાણ કરવા ઈચ્છે છે અને વળતામાં તે પોતાના દેશમાં ભારત માટે અલાયદા ફાળવવામાં આવેલા એસઈઝેડમાં રોકાણ માટે ભારતીય રોકાણકારોને આમંત્રવા માગે છે.
ગુજરાતની કંપનીઓ ઉઝબેકિસ્તાનમાં ફાર્માસ્યુટિકલ અને ટેક્સ્ટાઈલ ક્ષેત્રોમાં રોકાણની તકો શોધી રહી છે, કેમકે ત્યાં તેમને વ્યાપક સંભાવનાઓ જણાય છે.
ફાર્મા ક્ષેત્રે રોકાણો આકર્ષવા ઉઝબેકિસ્તાનના એન્ડિજાન વિસ્તારમાં ઉઝબેક-ઇન્ડિયન ફ્રી ફાર્માસ્યુટિકલ ઝોન પણ વિકસાવવામાં આવી રહ્યો છે. 
ગયા વર્ષે મુંબઈથી તાશ્કંદ વચ્ચે સીધી ફ્લાઈટ પણ શરૂ કરાઈ છે, જેથી પશ્ચિમ ભારત અને મધ્ય એશિયા વચ્ચે બિઝનેસ સરળતાથી વિકસી શકે. ઈરાનમાં ચાબહાર પોર્ટ મારફતે મધ્ય એશિયાને ભારત સાથે જોડવા માટે ગુજરાત સાનુકૂળ લોકેશન તરીકે ઊભરી રહ્યું છે. ઉઝબેકિસ્તાન અને કઝાકસ્તાને હિંદ મહાસાગરના વિસ્તારો અને ભારત સુધી પહોંચવા આ પોર્ટના ઉપયોગ માટે રસ દર્શાવ્યો છે. કઝાકસ્તાને બિઝનેસની સરળતા માટે ગુજરાતમાં હોનનરી કોન્સ્યુલેટ અૉફિસ શરૂ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer