એનસીએલટી આપશે એસાર સ્ટીલના કેસનો ચુકાદો આ મહિનાના અંતે

એનસીએલટી આપશે એસાર સ્ટીલના કેસનો ચુકાદો આ મહિનાના અંતે
અમદાવાદ, તા.8 જાન્યુ.
એસાર સ્ટીલની હોલ્ડિંગ કંપની એસ્સાર સ્ટીલ એશિયા હોલ્ડિંગ્સ (ઈએસએએચએલ)ની અરજીની યોગ્યતા સંબંધિત કેસમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી)ની અમદાવાદ બેન્ચ 31 જાન્યુઆરીએ અંતિમ ચુકાદો આપશે. 
ઈએસએએચએલના લેણદારોની કમિટી (કમિટી અૉફ ક્રેડિટર્સ - સીઓસી), રિઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) અને આર્સેલરમિત્તલના ધારાશાત્રીઓએ અહીંની અદાલતમાં તેમની છેલ્લી રજૂઆત કરી હતી. 
એસ્સાર સ્ટીલની હોલ્ડિંગ કંપની દેવામાં ડૂબેલી એસાર સ્ટીલને રૂા. 54,389 કરોડમાં વેચીને દેવું ચૂકતું કરે. સોમવારે હરિહર પ્રકાશ ચતુર્વેદી અને મનોરમા કુમારીની બે સભ્યની બેન્ચે કહ્યું કે, ઈએસએએચએલની આદેશ 31 જાન્યુઆરીએ આપવામાં આવશે. 
નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલ (એનસીએલએટી)એ ઈએસએએચએલની જાળવણી સંબંધિત સુનાવણી કરવાનો આદેશ એનસીએલટીને ગયા અઠવાડિયે આપ્યો હતો. આ કેસની ઝડપી સુનાવણી કરીને વહેલી તકે ચુકાદો આપવા માટે કહ્યું છે. 
ઈનસોલવન્સી ઍન્ડ બૅન્કરપ્સી કોડ (આઈબીસી) અંતર્ગત કેસનો નિકાલ 270 દિવસમાં લાવવાનો હોય છે, પરંતુ એસ્સાર સ્ટીલના ઈનસોલવન્સી કેસને 500 દિવસ થયા છે. એનસીએલટી અમદાવાદમાં 7 જાન્યુઆરીએ છેલ્લી સુનાવણી થઈ હતી. આર્સેલરમિત્તલના પ્રતિનિધિઓ નિરજ કૌશલ અને અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે એક શૅરહોલ્ડર તરીકે એસાર સ્ટીલને વેચવાનો હક્ક હોવાનો ઈએસએચએલનો દાવો ટ્રાન્સફર અૉફ પ્રોપર્ટી ઍક્ટમાં ટકી શકે તેવો નથી. સંઘવીએ ખંડપીઠને કહ્યું કે, આઈબીસી કાયદો નવો છે અને તે ખાસ કાયદો છે, જ્યારે ટ્રાન્સફર અૉફ પ્રોપર્ટીનો કાયદો 100 વર્ષ જૂનો છે. આથી હંમેશા નવો કાયદો જ અમલમાં રહેવો જોઈએ. કૌશલે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે અૉક્ટોબરમાં ખાસ સંજોગો હેઠળ મર્યાદિત પક્ષકારોને દાખલ કરવા કહ્યું ત્યારે તેમાં ઈએસએએચએલનો સમાવેશ નહોતો. 
સુપ્રીમ કોર્ટે અૉક્ટોબરની ચોથી તારીખે આદેશ આપ્યો હતો કે, આર્સેલરમિત્તલ અને નુમાટેલે તેમના દેવા ચૂકવીને ફરીથી રિઝોલ્યુશન યોજના ફરીથી સુપરત કરવી. તેમ જ એનસીએલટીને તપાસવાની ભલામણ કરી હતી. એસ્સારે તેનું દેવું ચૂકવ્યું નહીં. જ્યારે નુમાટેલનું રૂા. 80,000 કરોડનું દેવું હોવાથી આઈબીસી કાયદા અંતર્ગત ફક્ત રિઝોલ્યુશન પ્રોફેશનલને પ્રસ્તાવ સુપરત કરવા માટે કહ્યું હતું. એનસીએલટીમાં દરવાજા ખખડાવતા એસ્સાર સંપૂર્ણ પ્રક્રિયાનો નાશ કરવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ તેની આ વ્યૂહરચના કામ લાગી નહીં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer