આરબીઆઈની ડિજિટલ પેમેન્ટ પૅનલના વડા તરીકે નંદન નીલેકણીની નિમણૂક

આરબીઆઈની ડિજિટલ પેમેન્ટ પૅનલના વડા તરીકે નંદન નીલેકણીની નિમણૂક
પીટીઆઈ
મુંબઈ, તા. 8 જાન્યુ.
રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા આરબીઆઈએ આધારના રચયિતા નંદન નીલેકણીની આગેવાની હેઠળ એક કમિટીનું ગઠન કર્યું છે જે દેશમાં ડિજિટલ ચુકવણીના સુરક્ષા અને સલામતીને મજબૂત બનાવવાના પગલાં સૂચવશે. આ પેનલમાં પાંચ સભ્યો રહેશે. પેનલની પ્રથમ મિટિંગની તારીખથી 90 દિવસમાં તેનો અહેવાલ સુપરત કરી દેશે.
પેનલ દેશમાં નાણાકીય લેવડદેવડના ડિજિટલાઇઝેશનની વર્તમાન સ્થિતિનું વિહંગાવલોકન કરશે. ઇકોસિસ્ટમના વર્તમાન ગેપને જાણશે અને તે ગેપ પૂરવાના પગલાં સૂચવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer