ભારતીય ફાર્મા કંપનીઓ માટે અમેરિકામાં બિઝનેસનું આકર્ષણ ઘટયું

નવી દિલ્હી, તા. 24 મે
તાજેતરના વર્ષોમાં વિશ્વના સૌથી મોટી દવા બજાર અમેરિકામાં બિઝનેસ કરવા માટે ભારતીય કંપનીઓ માટેના પ્રોત્સાહનોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. પ્રથમ તો જેનેટીક દવાને સૌથી વધારે લોન્ચ કરવા માટે ઝડપી મંજૂરી જરૂરી છે. પેટન્ટ લૉ સ્યૂટ આવે છે પછી નિયમનકારી પસ્તાળ પડે છે અને હવે કાયદાકીય તપાસ અને એક્શન સ્યૂટસ છે.
જેનેરિક દવાની કિંમતમાં વધારાના મોરચે સાંઠગાંઠ કરવાના મોરચે કસૂરવાર ઠરે તો ભારતીય ફાર્મા કંપનીઓએ જંગી નુકસાનનો સામનો કરવો પડે છે. આ નુકસાન સંભવિતપણે આ કંપનીઓ દ્વારા વર્ષો દરમિયાન કરેલા નફાને પણ ધોઈ નાખી શકે છે અને દોષી ન ઠરે તો પણ તેમના બચાવ માટે વકીલો પાછળ જંગી ખર્ચ કરવા પડે.
ભારતીય કંપનીઓ માટે અમેરિકન બિઝનેસમાંથી અસ્ક્યામતો પરંતુ તેની સાથે તેના માર્જિનને ફટકો પડયો છે. કાનૂની ખર્ચમાં વધારો થયો છે તો જોખમમાં પણ અનેક ગણો વધારો થયો છે અને તેના કારણે કંપનીઓના વેલ્યુએશનને ફટકો પડયો છે.
ભારતીય ફાર્મા કંપનીઓએ અમેરિકામાં તેમની વ્યૂહરચનાને એકદમ સરળ જેનેરિકથી સુધારીને સ્પર્ધા કરવી મુશ્કેલ છે તેવી સ્પેશિયલ્ટી જેનેરિકસ તરફ વાળે છે. જોકે, નવી વ્યૂહરચનાના પણ પડકારોથી લદાયેલાં છે નવીન શોધ કરનારાઓ જેનેરિક કંપનીઓ માટે તેની નીચલા ખર્ચે લોન્ચ કરવાનું મુશ્કેલ બન્યું છે.
અમેરિકાના બિઝનેસમાંની થતી આવક ભારતીય ફાર્મા કંપનીઓની કુલ આવકમાં 40-50 ટકા હિસ્સો ધરાવતી હોય છે. આ બાબતને જોતાં એ જોવું રસપ્રદ રહેશે કે અગ્રણી ફાર્મા કંપનીઓનું ટોચનું મેનેજમેન્ટ કેવી વ્યૂહરચના ઘડે છે અને તેમાંથી કેવી રીતે માર્ગ કાઢે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer