કૉમોડિટી ટ્રેડિંગ ઉપર ડબલ ટેક્સેશન દૂર કરવા માગણી

મુંબઈ, તા. 18 જૂન
કૉમોડિટી ટ્રેડિંગ પરના બમણા વેરાની નાબૂદી માટે રજૂઆત થઈ છે. કેન્દ્રના નાણાં મંત્રાલયના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરને રૂબરૂ મળીને કૉમોડિટી પાર્ટીશીપન્ટ એસોસિયેશન અૉફ ઈન્ડિયા (સીપીએઆઈએ)એ જણાવ્યું છે કે કૉમોડિટી વેપાર પર ટ્રાન્ઝેકશન ટૅક્સ ચુકવણી પછી તેના વેપારની આવક ઉપર વસૂલાતો જીએસટી બમણા વેરા સમાન હોવાથી તે તાકીદે દૂર કરવો જરૂરી છે.
સીપીએઆઈના મુખ્ય માર્ગદર્શક અશોક અગ્રવાલ, પ્રમુખ નરેન્દ્ર વાધવાન સહિતના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે અત્યારના સીટીટી પછી વધુ તેમાં 70થી 80 ટકા જેટલો સીધો વેરો સરકારના જીએસટી પછીના `ઓક વેરાના સિદ્ધાંતની' વિરુદ્ધ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer