ડોંગરીમાં જૂનું બિલ્ડિંગ જમીનદોસ્ત થતાં 12 વ્યક્તિઓનાં મૃત્યુ

મુંબઈ, તા. 16 જુલાઈ
દક્ષિણ મુંબઈના ગીચ વિસ્તાર ગણાતા ડોંગરીમાં આજે સવારે સાડા અગિયારની આસપાસ 100 વર્ષ જૂની ચાર માળની ઈમારત જમીનદોસ્ત થતાં 12 જણનાં મૃત્યુ થયાં હતાં અને 40 જેટલા રહેવાસીઓ અંદર ફસાયા હોવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં સાત જણને આ બિલ્ડિંગના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)નું બચાવકાર્ય ચાલુ છે. આ વિસ્તારમાં નાની ગલીઓ છે અને અનેક ઈમારતો જર્જરિત છે. 10 એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટ્રકો ઘટનાસ્થળના અમુક અંતરે છે કારણ કે નાની ગલીઓમાં તે અંદર સુધી પ્રવેશી શકે તેમ નહીં હોવાથી બચાવકાર્યમાં અડચણ ઊભી થઈ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer