સરકારે ઓએફબીને વિખેરી નાખ્યાં

પીટીઆઈ                                      નવી દિલ્હી, તા. 28 સપ્ટે.
સંરક્ષણ મંત્રાલયે ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ (ઓએફબી)ને પહેલી અૉક્ટોબરથી વિખેરી નાંખવાનો નિર્ણય લીધો છે. સૂચિત ઓએફબીના કર્મચારીઓ અને અસ્ક્યામતોનું ટ્રાન્સફર સરકાર હસ્તક સાત કંપનીઓમાં કરવામાં આવશે. 
આત્મનિર્ભર ભારત' અંતર્ગત કેન્દ્ર સરકારે ગયા વર્ષે 16 મેના જાહેરાત કરી હતી કે ઓએફબીના સ્વાયત્તતા, ઉત્તરદાયિત્વ અને કાર્યકુશળતામાં સુધારો કરવામાં આવશે. જોકે, આજે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ભારત સરકારે પહેલી અૉક્ટોબર, 2021ના રોજથી 41 ઉત્પાદન એકમો અને બિન-ઉત્પાદન એકમોના સંચાલન, નિયંત્રણ, કામકાજ અને જાળવણીને સાત સરકાર કંપનીઓમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.  સૂચિત સાત પીએસયુમાં મ્યુનિટિશન ઇન્ડિયા લિ., આર્મર્ડ વેહિલ્સ લિ., ઍડવાન્સ્ડ વેપન્સ ઍન્ડ ઈક્વિપમેન્ટ ઈન્ડિયા લિ., ટ્રુપ કંમ્ફર્ટ્સ લિ., યંત્ર ઇન્ડિયા લિ., ઇન્ડિયા અૉપ્ટલ લિ. અને ગ્લાઈડર્સ ઇન્ડિયા લિ.નો સમાવેશ છે.
ઓએફબી હાલમાં સંરક્ષણ મંત્રાલયની કંપની છે જે હથિયારો અને દારુગોળાની સપ્લાય ભારતીય સેનાને કરે છે. ઓએફબીના દરેક કર્મચારી (ગ્રુપ એ, બી એન સી) નવી ડીપીએસયુમાં વિદેશી સર્વિસીસના શરતોને હિસાબે ટ્રાન્સફર થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer