ભારતીય મહિલાઓનાં તૈયાર વત્રોનું ઝડપથી વધતું વેચાણ

પીટીઆઈ

મુંબઈ, તા. 10 જાન્યુ.

ગાર્મેન્ટ્સ ઉદ્યોગમાં પ્રવર્તતી મંદીથી વિરુદ્ધ અગ્રણી ભારતીય વુમન્સ વેર બ્રાન્ડ્સએ ઝડપી પ્રગતિ દર્શાવી છે. યુવા મહિલાઓ હવે દરજી પાસે વત્રો સીવડાવવાના બદલે વાજબી ભાવે કે ડિસ્કાઉન્ટમાં વેચાતાં રેડી-ટુ-વેર સ્ટાઇલીશ ડિઝાઇનનાં વત્રો ખરીદવાનું વધુ પસંદ કરે છે.

દેશમાં એથનિક બ્રાન્ડના ઉત્પાદક ટીસીએનએસ ક્લોધિંગ (ડબ્લ્યુ અને ઔરેલીઆ બ્રાન્ડ્સના નિર્માતા) બીબા, હાઉસ અૉફ અનિતા ડોંગરે (એચએનડી અને ગ્લોબલ દેશી બ્રાન્ડ્સ) અને રીતુકુમારએ ગત નાણાકીય વર્ષમાં તેમની રેવન્યુમાં 14થી 64 ટકાનો વધારો દર્શાવ્યો છે. આની સામે ભારતીય એપરલ માર્કેટનો વિકાસદર 8 ટકામાં જ સીમિત રહી ગયો હતો.

આ ચાર કંપનીઓનું વેચાણ જોકે ગણીએ તો તે એપરલ રિટેલ ચેઇન-શોપર્સ સ્ટોપ, લાઇફ સ્ટાઇલ, ઇન્ટરનેશનલ અને તાતા વેસ્ટસાઇડથી વધુ છે. આની સામે ઉપરોક્ત ચાર કંપનીઓનો ધંધો છેલ્લાં બે વર્ષમાં લગાતાર બમણો થઈ ગયો છે.

વપરાશકારો એથનીકવેર કે વેસ્ટર્ન વેરના ભાગ પાડતા નથી. હવે સમકાલીન ભારતીય વેરનું માર્કેટ વધતું જાય છે.

ડબ્લ્યુ અને ઓરેલીઆ બ્રાન્ડ્સના નિર્માતાનું 2015-16માં વેચાણ 65 ટકા વધી રૂા. 591 કરોડ થયું છે. છેલ્લાં પાંચ વર્ષોમાં કામકાજ ત્રણગણું વધ્યું છે. ટીસીએનએસ ક્લોધિંગ, બીબા, હાઉસ અૉફ અનિતા ડોંગરે અને રીતુકુમાર-એ બે દાયકાથી વધુ જૂની કંપનીઓ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આ કંપનીઓએ પ્રાઇવેટ ઇક્વિટી રોકાણને આકર્ષ્યું છે. એવરસ્ટોન કૅપિટલે રીતુકુમારમાં રૂા. 100 કરોડનું રોકાણ કરી લઘુમતી હિસ્સો મેળવ્યો છે. વૉરબગ પીનક્સ અને ફેરિંગ કૅપિટલે બીબા એપરલ્સમાં રૂા. 300 કરોડ રોકી હિસ્સો મેળવ્યો છે. જનરલ એટલાન્ટીકે એસ એન્ડ કી ડિઝાઇન્સમાં રૂા. 150 કરોડ રોકી હિસ્સો મેળવ્યો છે. તાજેતરમાં યુએસસ્થિત ખાનગી ઇક્વિટી ફર્મ ટીએ ઍસોસિએટ્સએ ટીસીએનએસ ક્લોધિંગમાં રૂા. 937 કરોડનું રોકાણ કર્યું છે.

ઓનલાઇન શોપિંગના ક્રેઝ થકી પણ આ બ્રાન્ડસ નાનાં શહેરોના વપરાશકારો સુધી પહોંચી શકી છે. ઓનલાઇન રિટેલિંગ હવે તેમના વેચાણનો 10થી 15 ટકા હિસ્સો બની ગયું છે.

બીબાનું વેચાણ 2015-16માં 15 ટકા વધી રૂા. 441 કરોડનું થયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer