2017માં વિદેશી રોકાણકારો માટે ત્રણ જોખમી પરીબળો

વર્ષ વિદેશના રોકાણકારો માટે સાનુકુળ બને તેવા સંયોગો છતાં અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રુમ્પની નીતિઓ અને તેની અસરો ઉપર ફેડરલ રીઝર્વના પ્રત્યાઘાતો રોકાણકારો માટે એક જોખમ બનશે એવો અભિપ્રાય વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર નાણાકીય સલાહકાર સંસ્થામાં 

ગણાતી દ'વીયર ગ્રુપના સીઈઓ નાયજલ ગ્રીને વ્યક્ત કર્યો છે.

ગ્રીને કહ્યું હતું કે રોકાણકારો સામે અન્ય મુખ્ય જોખમ પરીબળો છે ફ્રાંસ અને જર્મનીની ચૂંટણી અને તેલના નીચા ભાવોની અસરો. 2017નું વર્ષ રોકાણકારો માટે સારા સમાચારો લાવશે, છતાં ગાફેલ રહેવું ન જોઇએ. તેમણે સજાગ રહેવું પડશે. આપણે પરિવર્તનની એક નવા તબક્કામાં છીએ જે રોકાણકારોના વળતરને અસર કરી શકે છે.

વિશ્વ બદલાય તેમ રોકાણકારો એ પરિવર્તનની નવી તકો તરફ ધ્યાન આપવું પડશે કે જે સંભવિત જોખમને ઘટાડે. રોકાણકારો માટે સૌથી મોટું જોખમ વિકાસ માટે બદલાતી અપેક્ષા, ફુગાવો અને અમેરિકાના વ્યાજદર છે. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ જ્યારે હોદ્દો સંભાળે ત્યારે જે સંભવિત લાભપ્રદ પેકેજ ઓફર કરશે તે જોતા અને ફુગાવો ફેડના 2 ટકાથી આગળ જશે તો ફેડને ઝડપથી વ્યાજ દર વધારવા પડશે.

રોકાણકારોએ સાવચેત રહેવા જેવો બીજો મહત્વનો મુદ્દો છે ફ્રાંસ અને જર્મનીમાં ચૂંટણી.આ દેશોમાં રાષ્ટ્રવાદીઓ અને જમણેરીઓ સતા હસ્તગત કરવા આતુર છે.જો આમ બનશે તો યુરોપમાં અસ્તિત્વ સામે ખતરો કટોકટી ઊભો થશે કારણ કે તો સરહદો નવેસરથી આંકવી પડશે અને વ્યાપારનો પ્રવાહ રુંધાઈ જશે.

ત્રીજું પરીબળ છે ક્રુડ તેલના ઘટતા ભાવો તેલના નિકાસકારોના અર્થતંત્રને મોટી અસર કરે.

જો કે 2017નું સમગ્ર ચિત્ર મજબુત છે, પણ રોકાણકારો એ આળસ રાખ્યા વિના નવી રોકાણની તકોનો લાભ મેળવવો જોઇએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer