નોટબંધી પછી બૅન્ક ખાતામાં રૂા.3-4 લાખ કરોડની ડિપોઝિટમાં કરચોરીની આશંકા
નોટબંધી પછી બૅન્ક ખાતામાં રૂા.3-4 લાખ કરોડની ડિપોઝિટમાં કરચોરીની આશંકા પીટીઆઈ

નવી દિલ્હી, તા. 10 જાન્યુ.

દેશમાં નોટબંધી (ડિમોનેટાઇઝેશન) લાગુ થયા પછી 30 ડિસેમ્બર '16 સુધી બૅન્ક ખાતામાં જમા થયેલી રૂા. 500 અને 1000ની જૂની નોટની કુલ રકમમાંથી રૂા. 3થી 4 લાખ કરોડની રકમમાં ટૅક્સ ચોરી થઈ હોવાની આશંકા છે. આવકવેરા વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે સરકારને 60 લાખ જેટલા બૅન્ક ખાતામાં જૂની નોટ થકી આવેલા કુલ રકમમાંથી રૂા. 2 લાખ કરોડની રોકડ જમા રકમની સમીક્ષા કરવાની જરૂર લાગી છે. ઉપરોક્ત ખાતામાં કુલ રૂા. 7.34 લાખ કરોડ જમા થયા છે.

તેમણે જણાવ્યું છે કે આ રકમમાં મુખ્યત્વે આતંકવાદગ્રસ્ત ઉત્તર પૂર્વ રાજ્યોની રૂા. 10,700 કરોડની રકમ રૂા. 25,000 કરોડની રોકડ ડિપોઝીટ ઉપરાંત રૂા. 80,000 કરોડની જૂની લોનના પરત ચુકવણી બાબતે હવે ઊંડી તપાસ થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે શંકાસ્પદ ખાતામાં જમા થયેલ રકમ બાબતે સરકારે એન્ફોર્સમેન્ટ અને આવકવેરા વિભાગને એલર્ટ કર્યા છે.