રશ્મિ હાઉસિંગની સસ્તાં ઘરની યોજના
બીકેસીના એમએમઆરડીએમાં 17થી 20 માર્ચ મહાઓપિનિયનનો નવતર પ્રયોગ

મુંબઈ, તા. 17 માર્ચ

સામાન્યત: બીલ્ડરો અને આર્કિટેક્ટ પોતાની ડિઝાઇન પ્રમાણે આવાસનાં મકાનો બાંધે છે. તેમાં ગ્રાહકોની પસંદગીને બહુ અવકાશ રહેતો નથી. હવે રશ્મિ હાઉસિંગે ગ્રાહકોને તેમની પસંદગીના સ્થળે અને ગ્રાહકોના બજેટમાં સસ્તાં ઘર આપવાની અૉફર કરી છે.

રશ્મિ હાઉસિંગે મુંબઈમાં બાંદરાથી બોરીવલી અને માટુંગાથી મુલુંડ વચ્ચે 45 સ્થળોએ મેટ્રો હોમ્સની યોજના હાથ ધરી છે. એમાં સ્માર્ટ ડિઝાઇનના ચાર વિકલ્પ છે. કંપની રૂા. 40થી 80 લાખમાં ઘર પૂરાં પાડશે. આમાં વન બીએચકે અને ટુ બીએચકેનો સમાવેશ થાય છે. આ સ્કીમ હેઠળ શૂન્ય વ્યાજ સાથે 50 માસિક હપ્તામાં ચુકવણી સવલત અૉફર થઈ છે.

15 વર્ષનો અનુભવ ધરાવનાર રશ્મિ હાઉસિંગે તા. 17થી 20 માર્ચ 2017ના બાંદરા-કુર્લા સંકુલના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં મહાઓપિનિયનનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જ્યાં ચાર પ્રકારના સેમ્પલ ફ્લેટો જોઈ શકાશે અને ગ્રાહક પોતાનો અભિપ્રાય તેમ જ પસંદગી જણાવી શકશે.