એચ-1બી પ્રીમિયમ વિઝાની કામગીરી રોકવામાં આવી

પીટીઆઈ            વૉશિંગ્ટન, તા. 17 માર્ચ

યુએસમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં વર્ક વિઝાની ભારે સંખ્યામાં આવતી અરજીઓનો નિકાલ કરવાનો હોવાથી એચ-1 બી વિઝા જે ભારતીય આઈટી ફર્મ અને પ્રોફેશનલોમાં લોકપ્રિય છે તેની પ્રીમિયમ પ્રક્રિયા કામચલાઉ રીતે સ્થગિત કરી દેવામાં આવેલ છે.

(એચ-1) પ્રોગ્રામ રદ કરાયો નથી, પણ પ્રીમિયમ વિઝાની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. યુએસ તા. 3 એપ્રિલથી નાણાં વર્ષ 2018 માટેની એચ-1બી વર્ક વિઝા માટેની અરજીઓ સ્વીકારવાનું શરૂ કરશે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસને એચ-1બીની 2 લાખથી વધુ અરજીઓ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer