બિયાનીનો ટાર્ગેટ : વાર્ષિક રૂા.એક લાખ કરોડનું વેચાણ

બિયાનીનો ટાર્ગેટ : વાર્ષિક રૂા.એક લાખ કરોડનું વેચાણ
નાના સ્ટોર્સની સંખ્યા વધારીને છવાઈ જશે 

મુંબઈ, તા. 18 એપ્રિલ કિશોર બિયાનીના ફ્યુચર ગ્રુપે વર્ષ 2020-21 સુધીમાં વાર્ષિક એક લાખ કરોડનું વેચાણ હાંસલ કરવાની યોજના હાથ ધરી છે. ઓછામાં ઓછા એક કરોડ ઘરોને દરેકને ગ્રોસરી, એપરલ, ઇલેક્ટ્રૉનિક્સનું વાર્ષિક રૂા. એક લાખનું વેચાણ કરવાની યોજના છે.

અત્યારે ફ્યુચર ગ્રુપનું વેચાણ રૂા. 22000 કરોડનું છે જે પાંચગણું વધારવાની યોજના છે.

આજુબાજુના 10,000 સ્ટોર્સને આ યોજનામાં આવરી લેવાશે. આમાંથી 2020-21 સુધીમાં રૂા. 40000 કરોડની આવક થવાની ધારણા છે.

ફ્યુચર ગ્રુપની રિટેલ પાંખમાં ફ્યુચર રિટેલ, ફેશન રિટેલ બિઝનેસ, ફ્યુચર લાઇફસ્ટાઇલ ફેશન્સનો સમાવેશ થાય છે. ફાસ્ટ મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ (એફએમસીજી) બિઝનેસમાં ફ્યુચર કન્ઝયુમર એન્ટરપ્રાઇસનો સમાવેશ થાય છે જે નીલગીરી બ્રાન્ડ્સ હેઠળ નાના સ્ટોરો ચલાવે છે. ફ્યુચર રિટેલમાં લાર્જ અને સ્મોલ ફોર્મેટ સ્ટોર્સ છે. આ સ્ટોર્સ બીગ બજાર, ફૅશન એટ બીગબજાર અને ફૂડ બજારના નામે ચાલે છે.

અત્યારે ગ્રુપમાં આવા 300 સ્ટોરો છે અને આગામી 4 વર્ષોમાં તેની સંખ્યા 400-450થી વધવાની શક્યતા નથી. હવે નાના સ્ટોર્સ પર ધ્યાન અપાશે જે ઉપેક્ષિત ગ્રાહકોની સેવા કરશે.

મેં 2015માં ભારતી રિટેલ પાસેથી ઇઝી ડે સ્મોલ સ્ટોર્સ હસ્તગત કર્યા બાદ ફ્યુચર રિટેલે સ્ટોર્સ સંખ્યા 186થી વધારી 420 કરી છે. હૈદરાબાદ સ્થિત હેરીટેજ ફૂડ્સનો રિટેલ બિઝનેસ પણ હસ્તગત કરી લેવાયો છે, જેના 124 નાના સ્ટોર્સ છે. ઇલેક્ટ્રૉનિક્સ સ્ટોર-ઇઝોન પણ ફ્યુચર રિટેલનો ભાગ છે.

ફ્યુચર કન્ઝયુમરના પણ 153 નાના સ્ટોર્સ છે જે નીલગીરી બ્રાન્ડ હેઠળ ચાલે છે. આ નાના સ્ટોરોની સંખ્યા વધારીને 10,000 સ્ટોર્સનું નેટવર્ક ઊભું કરવાની બિયાનીની યોજના છે.

સ્મોલ-સ્ટોરની વિકાસ વ્યૂહરચનામાં લોયલ્ટી પ્લાનનો સમાવેશ થાય છે. આમાં ફી માટે દરેક સ્ટોરમાં 1500 સભ્યો બનાવવાની યોજના છે. વળતરમાં ચાલુ અૉફર ઉપરાંત બિલમાં 10% વધારાનું ડિસ્કાઉન્ટ આપવાની વાત છે.

ફ્યુચર એન્ટરપ્રાઇસીસ કંપની સપ્લાય ચેઇન અને લોજિસ્ટિક્સને બેક-ઍન્ડ સપોર્ટ પૂરો પાડે છે.

આમ સોર્સિંગ, પ્રોડ્ક્શન, સપ્લાય ચેઇન, લોજિસ્ટિકની ઇકોસિસ્ટમ દ્વારા અને રિટેલ આઉટલેટો ઘણી વધારી દેવાથી કંપની પ્રોડક્ટ્સ સૌથી નીચા દરે ગ્રાહકોને પૂરાં પાડી શકે છે.

ફ્યુચર ગ્રુપ ગ્રાહકોનો મોટો ડેટા ધરાવે છે. ફ્યુચર ગ્રુપ ફાસ્ટ-મૂવિંગ કન્ઝયુમર ગુડ્સ (એફએમસીજી)ના ઉત્પાદન દ્વારા વાર્ષિક રૂા. 20,000 કરોડની આવક ઊભી કરવાની ધારણા રાખે છે. બિયાનીએ કર્ણાટકમાં ફૂડ પાર્ક ઊભો કર્યો છે. બિસ્કિટ અને ઘઉં આટાના ઉત્પાદન માટે સંયુક્ત સાહસો ઊભાં કર્યા છે.

ફ્યુચર ગ્રુપે ખોટ કરતી પેન્ટલૂન રિટેલને મેં 2012માં આદિત્ય બિરલા નુવોને વેંચી દીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer