કાપડ અને તૈયાર વત્રો માટે સરળ જીએસટી માળખાની હિમાયત
મુંબઈ, તા. 18 એપ્રિલ

આડકતરા કરવેરાની વર્તમાન વ્યવસ્થામાં વેરામુક્તિઓ અને રાહતોના કારણે અવ્યવસ્થા સર્જાયેલી છે. જો ભારતે ગંભીર તૈયાર વત્રોના નિકાસકાર તરીકે અને ખાસ કરીને ગતિશીલ મેનમેઇડ ફાઇબર વિભાગમાં આગળ આવવું હોય તો જીએસટીમાં સરળ માળખું રાખવું પડશે, એમ નિષ્ણાતો માને છે.

આદર્શપણે તમામ કાપડ અને તૈયાર વત્રોના ઉત્પાદનોને સ્ટાન્ડર્ડ 18 ટકાનો દર લાગુ પાડવો જોઈએ અને તેમાં કૉટન આધારિત ઉત્પાદનોની તરફેણ ન થવી જોઈએ. કૉટન આધારિત તૈયાર વત્રો સામાન્યત ધનિકો વાપરે છે. બીજો વિકલ્પ એ છે કે કાચી સામગ્રીથી ઇન્ટરમિડિયેટ સુધી અને આખરી ઉત્પાદન સુધીની સંપૂર્ણ વેલ્યુચેઇનમાં એકસરખો 12 ટકા દર રાખવો જોઈએ. એક જ ક્ષેત્રની અંદર જુદાજુદા દર રાખવાનું જોખમી બની રહેશે.

આ જ સિદ્ધાંત ચર્મઉદ્યોગ અને પગરખાં ઉદ્યોગને લાગુ પડે છે. આ આઇટમો સામાન્યત: ઉચ્ચ વર્ગના લોકો વાપરતા હોવાથી તેના પર 18 ટકાનો સ્ટાન્ડર્ડ દર રાખવો જોઈએ.