સાયબર એટેક : સુરત જિલ્લા કલેક્ટર, આરટીઓ, સિવિલ હૉસ્પિટલનાં કૉમ્પ્યુટરો નિક્રીય

સાયબર એટેક : સુરત જિલ્લા કલેક્ટર, આરટીઓ, સિવિલ હૉસ્પિટલનાં કૉમ્પ્યુટરો નિક્રીય
અમદાવાદમાં બે દિવસ માટે તમામ એટીએમ બંધ

સુરત/અમદાવાદ, તા. 16 મે

દુનિયાભરની આઈટી સિસ્ટમને નુકસાન પહોંચાડનાર ખતરનાક રેન્સમવેર વાયરસની અસર સુરત અને નવસારી જિલ્લામાં પણ થઈ છે. સુરતની લગભગ તમામ સરકારી સિસ્ટસ્મ લકવાગ્રસ્ત થઈ છે. કૉમ્પ્યુટરો ઠપ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો છે. સુરત જિલ્લા કલેક્ટરે 250થી વધુ સોફ્ટવેરને તાત્કાલિક અપટેડ કરવાનો આદેશ આપ્યો છે. 

શનિવાર અને રવિવાર બે દિવસની રજા બાદ ગઈકાલે સપ્તાહનાં પ્રથમ દિવસે કૉમ્પ્યુટર્સમાં વાયરસની અસર દેખાતાં ગઈકાલ સાંજથી મોટાભાગની સરકારી કચેરીઓનાં પીસીમાંથી ઈન્ટરનેટનું જોડાણ હટાવી દેવાયું હતું. આજે સુરત સિવિલ હૉસ્પિટલનાં તમામ કૉમ્પ્યુટર્સ બંધ રહેતાં કામકાજ ઠપ થયું છે. સુરત જિલ્લા કલેકેટરની અૉફિસોનાં કોમ્પ્યુટર્સ રેન્સમવેર વાયરસની ઝપટે ચઢતાં સિસ્ટમ બંધ થઈ હતી. તાત્કાલિક ધોરણે 250થી વધુ કૉમ્પ્યુટર્સને અપડેટ કરવાની સૂચના આપવામાં આવી હતી. 

સુરત શહેરની પાલસ્થિત આરટીઓ કચેરીમાં પણ કામકાજ ઠપ થયું છે. પાકા લાઈસન્સ વિભાગનાં કૉમ્પ્યુટર્સને વાયરસની અસર થઈ છે. જેનાં કારણે કાચા લાઈસન્સ વિભાગનાં કૉમ્પ્યુટર્સને બંધ કરાયા છે. આરટીઓનાં સૂત્રો કહે છે કે આગામી ચાર દિવસ સુધી કૉમ્પ્યુટર્સ બંધ રહેશે. ફોર વ્હીલ અને ટુ-વ્હીલરનાં પાકા લાઈસન્સનું કામકાજ સદંત્તર બંધ થયું છે. ઈન્ટરનેટ જોડાણ વગર માત્ર લર્નિંગ લાઈસન્સ કાઢવાનું થોડું ઘણું કામકાજ ચાલું છે. પાકા લાઈસન્સ માટેની તારીખો મેળવવાનું તેમ જ ટેસ્ટ ડ્રાઈવનું કામ ઠપ થયું છે. 

સુરત જિલ્લા કલેક્ટર, સિવિલ અને આરટીઓની સિસ્ટમ લકવાગ્રસ્ત થતાં શહેર પોલીસે પણ કચેરીનાં કૉમ્પ્યુટર્સ ડાઉન કરાવ્યા છે. કમિશનર શર્માએ વાયરલેસથી મેન્યુઅલ કામ કરવાની સૂચના આપી હતી. શહેર પોલીસનાં આઈટી વિભાગને ચેતવવામાં આવ્યા છે. મેઈલ બોક્સમાં એટેચ્ડ ફાઈલોને નહિ ખોલવા આદેશ અપાયો છે. શહેર પોલીસની કૉમ્પ્યુટર્સ સિસ્ટમને ખાસ કોઈ થઈ નથી. પરંતુ સાવચેતી રૂપે કામકાજ મેન્યુઅલ કરાયું છે. 

ગઈકાલ સાંજથી નવસારી જિલ્લા-શહેરની સરકારી અને અર્ધ-સરકારી કચેરીઓમાં સિસ્ટમ ખોરવાતાં કામકાજ અટક્યું છે.  ગઈકાલ સાંજથી બંધ થયેલી સિસ્ટમ આજે પણ દિવસભર બંધ રહી છે. હજુ વધુ બે દિવસ સુધી સિસ્ટમ ચાલુ થશે નહિ. નોંધવું કે સુરતનાં પલસાણા તાલુકાનાં કૉમ્પ્યુટર સિસ્ટમનાં તમામ ડાટા ડિલિટ થયાનું બહાર આવ્યું છે. જેનાં પગલે પલસાણાના તમામ પીસીમાંથી ઈન્ટરનેટ કનેક્શન ડિસકનેક્ટ કરાયું છે.

અમદાવાદ શહેરના નવરંગપુરા, કાલુપુર, સહિત અનેક પોલીસ મથકોપ્રભાવિત છે વડોદરા,ગાંધીનગર,પોરબંદર,પંચમહાલ,બનાસકાંઠા,બોટાદન ાકોમ્પ્યુટરો પ્રભાવિત થયા છે. દરમ્યાનમાં  હોસ્પિટલોના કોમ્પ્યુટર્સ પણ બંધ રહેતા હાથથી કેસો કાઢવાની જુની પદ્ધતિના કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઓ પડી હતી.તેના કારણે કેસ કાઢવામાં લાંબી લાઇનો લાગી હતી.રાજ્ય સરકારે હેલ્પલાઇન જારી કરી છે જેના નંબર છે 079-23256600 અને 079 23251096.

આ હુમલાના કારણે અમદાવાદમાં સૌથી વધારે અસર જોવા મળી હતી. વડોદરામાં ભારતીયો ઉપરાંત વિદેશી કંપનીઓ પણ હુમલાનો ભોગ બની હતી.સુરતમાં  તમામ એટીએમ બંધ કરાયા છે.પોસ્ટ ઓફિસોમાં પણ હાલ ઇન્ટરનેટ બંધ કરાયા છે.આમ આજે પણ વાસિરનો ભય ચાલુ જ રહ્યો હતો.દરમ્યાનમાં રાજકોટ સહિત  કેટલાક સ્થળોએ નિષ્ણાંતોએ આ વાઇરસને દુર કરવામાં સફળતા મળી હોવાનું જાણવા મળ્યુ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer