આ વર્ષે ચાંદીનાં આભૂષણોની માગ વધવાની ધારણા

મુંબઈ, તા.  16મે

ચાંદીમાં ચીનની મંદ માગ બાદ, હવે ભારતમાં તેના આભૂષણોની માગમાં ફરી સુધાર થઈ રહ્યો છે.

અમેરિકાની સિલ્વર ઇન્સ્ટિટયૂટ દ્વારા રજૂ કરાયેલા વર્લ્ડ સિલ્વર સર્વે 2017માં જણાવ્યા મુજબ ગયા વર્ષે ચાંદીની મંદ માગની અસર ચાંદીના સિક્કા અને મેડલ બનાવવા પર થઈ હતી અને નવ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે 2015માં તે પોતાના નોંધપાત્ર 12.32 કરોડ ઔંસના સ્તરે હતી.

ચાંદીના આભૂષણોની માગથી પણ સ્થિતિ બગડી હતી. 2016માં કુલ હાજર માગ 11 ટકા ઘટીને 102.78 કરોડ ઔંસ રહી હતી. ચાંદીના આભૂષણો, વસ્તુઓ અને રિટેલ રોકાણ માટે ચાંદીની મંદ ખરીદીની માગ પર અસર પડી હતી. ચાંદીનાં ઘરેણાંની બનાવટ નવ ટકા ઘટીને 20.7 કરોડ ઔંસ થઈ હતી, જ્યારે 2015માં તે પોતાના નોંધપાત્ર 22.8 કરોડ ઔંસ પર હતી. ચીન અને ભારતની માગની ખાસ અસર થઈ છે. કેમ કે અહીં ચાંદીના ઊંચા ભાવ અને જૂના જથ્થાને લીધે આભૂષણો માટેની ખરીદી મંદ રહી હતી.

ભારતમાં ચાંદીના અગ્રણી વેપારી આમ્રપાલી ગ્રુપના ડિરેક્ટર મોનલ ઠક્કરના જણાવવા મુજબ, ભારતીય આયાતકારો માટે 2016નું વર્ષ સારું રહ્યું નહોતું. ચાંદીની એકંદર માગ મંદ રહી હતી અને આભૂષણો તથા ઉદ્યોગોમાં વપરાતી ચાંદીની માગની અસર દ્વિસ્તરીય રહી હતી, પરંતુ નવા વર્ષમાં સ્થિતિ સુધરી રહી છે અને આયાત વધુ થવાની શક્યતા છે.

એશિયા- જીએફએમએસ થાર્મસન રોયર્ટસના મૅનેજર કેમરોન એલેકઝાંડર જણાવે છે કે ભારતમાં આભૂષણો બનાવવા માટેની માગ આ વર્ષે ચાર ટકા વધવાની અપેક્ષા છે.

2016માં ચાંદીના સરેરાશ વાર્ષિક ભાવમાં 9.3 ટકાનો અસરકારક વધારો થયો હતો, જે 2011 બાદ પ્રથમ વધારો હતો. ત્રણ વર્ષમાં આ સૌથી મોટો વધારો હતો. ગયા વર્ષે સરેરાશ ભાવ 17.14 ડૉલર રહ્યો હતો, જે 2007ની સરખામણીએ 28 ટકા વધુ હતો. તે સમયે ચાંદીનો સરેરાશ ભાવ 13.38 ડૉલર હતો.

જીએફએમએસના જણાવ્યા અનુસાર 2017માં અમે સુરક્ષિત રોકાણના પ્રતિસાદમાં 2016ના વાયદા, ઓપશન્સ અને એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટ્સ (ઈટીપી) જેવા પરિબળોની અપેક્ષા રાખીએ છીએ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer