ચોમાસું કેરળમાં તા. 30 મેના પગરણ માંડશે

થિરુવનન્તપુરમ, તા. 16 મે

નૈઋત્યનું ચોમાસું કેરળમાં તા. 30 મેની આસપાસ પગરણ માંડશે એવી શક્યતા છે. આમાં ચારેક દિવસ આઘાપાછા થઇ શકે છે, એમ ભારતીય હવામાન ખાતા (આઇએમડી)એ જણાવ્યું છે.

સામાન્યત: કેરળમાં ચોમાસું તા. 1 જૂને પ્રવેશતું હોય છે. આ વર્ષે આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું અઠવાડિયા પૂર્વે તા. 14 મેના પ્રવેશી ચૂક્યું છે. હવે બંગાળના ઉપસાગરમાં અને આંદામાન-નિકોબાર ટાપુઓના અન્ય વિસ્તારોમાં તેના આગમન માટેનો તખતો રચાઇ રહ્યો છે.

અનુભવ દર્શાવે છે કે આંદામાનમાં ચોમાસાના પ્રવેશના સમયને કેરળમાં ચોમાસાની શરૂઆત સાથે કે સમગ્ર દેશમાં મોસમી વરસાદ સાથે કોઇ સંબંધ નથી, એમ હવામાન ખાતાએ જણાવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer