આયાતી રૂ પરની ક્વૉરન્ટાઇન ફી વધી જતાં કાપડ ઉદ્યોગને આંચકો

આયાતી રૂ પરની ક્વૉરન્ટાઇન ફી વધી જતાં કાપડ ઉદ્યોગને આંચકો
કોઇમ્બતુર, તા. 16 મે

કાચા રૂ પરની પ્લાન્ટ ક્વૉરન્ટાઇન (પી ક્યૂ) ફીમાં તાજેતરમાં કરાયેલા વધારાથી ટેક્સ્ટાઇલ ઉદ્યોગપતિઓને આંચકો લાગ્યો છે.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં ગૅઝેટ નોટિફિકેશનમાં આ જાહેરાત કરી છે. ધી પ્લાન્ટ ક્વૉરન્ટાઇન (રેગ્યુલેશન અૉફ ઇમ્પોર્ટ ઇન ટુ ઇન્ડિયા) અૉર્ડર 2003માં અમલમાં આવ્યો હતો. બંદર પરથી માલ છોડાવતી વખતે પીક્યૂ અૉફિસ ખાતે આ ફી ભરવાની હોય છે.

પીક્યૂ ઇન્સ્પેક્શન ફી કન્સાઇનમેન્ટના પ્રથમ ટન માટે રૂા. 2500થી વધારી રૂા. 3500 કરાઇ છે અને ત્યાર બાદના દરેક વધારાના ટન પરની ફી રૂા. 75થી વધારી રૂા. 2000 કરવામાં આવી છે. પીક્યૂ સુપરવિઝન ચાર્જ કન્સાઇનમેન્ટ દીઠ રૂા. 1000થી વધારી રૂા. 1500 કરાયા છે.

આથી ઉદ્યોગ પર ભાર પણ ખૂબ વધશે. આયાતી કાચા રૂના 100 ટન માટેની વર્તમાન દરે ફી જે રૂા. 10925 થતી હતી તે હવે નવા દરે રૂા. 2.03 લાખ થશે.

ઉદ્યોગની દલીલ એવી છે કે કાચા રૂને પ્લાન્ટ કે પ્લાન્ટ પ્રોડક્ટ તરીકે વર્ગીકૃત કરી ન શકાય. આથી કાચા રૂ પરની પીક્યૂ ફી ગેરવાજબી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer