જિજ્ઞેશ શાહના પિતા સહિત ચાર વ્યક્તિઓનાં બૅન્ક એકાઉન્ટ ડિફ્રિઝ

મુંબઈ, તા. 11 અૉગ.

સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે (સેટ) ફાઇનાન્શિયલ ટેક્નૉલૉજીસ ઇન્ડિયા લિમિટેડ (નવું નામ 63 મૂન્સ ટેક્નૉલૉજીસ)ના સ્થાપક જિજ્ઞેશ શાહના પિતા સહિત ચાર વ્યક્તિઓનાં બૅન્ક એકાઉન્ટ ડિફ્રિઝ કરવાનો સેબીનો આદેશ આપ્યો છે. 

જિજ્ઞેશ શાહના પિતા પ્રકાશ શાહ સહિતના ચાર જણાએ ઇનસાઇડર ટ્રાડિંગના કથિત આરોપસર સેબીએ આપેલા એકપક્ષી આદેશના વિરોધમાં સેટમાં અપીલ કરી હતી. 

એફટીઆઇએલ અને તેણે સ્થાપેલા કૉમોડિટી વાયદા એક્સચેન્જ - એમસીએક્સના શૅરમાં ઇનસાઇડર ટ્રાડિંગ કરવા બદલ તેર વ્યક્તિઓ પાસેથી કુલ રૂા. 126 કરોડ રિકવર કરવાનું ગયા સપ્તાહે સેબીએ આદેશમાં કહ્યું હતું. તેણે એ તમામ તેર વ્યક્તિઓનાં બૅન્ક ખાતાં ફ્રિઝ કરી દીધાં હતાં. 

એમસીએક્સના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ શ્રીકાંત જવલગેકર, તેમનાં પત્ની આશા જવલગેકર, જિજ્ઞેશ શાહના પિતા પ્રકાશ શાહ અને ભાઈ મનીષ શાહ, ભાભી તેજલ શાહ, એફટીઆઇએલના ભૂતપૂર્વ ડિરેક્ટર હરિહરન વૈદ્યાલિંગમ, વી. અરાવિંદકુમાર ઐયંગર, તેમનાં પત્ની ધનશ્રી ઐયંગર તથા ડિરેક્ટર રવી શેઠના ભાઈ ભરત શેઠ, એફટીઆઇએલના અધિકારીઓ - પારસ અજમેરા અને મહેમુદ વઇદ સહિત તેર વ્યક્તિઓની સામે એ આદેશ બહાર પાડવામાં આવ્યો હતો. 

ગુરુવારે અપીલની સુનાવણી કર્યા બાદ `સેટે' મનીષ શાહ, પ્રકાશ શાહ, તેજલ એમ. શાહ અને પારસ અજમેરાનાં બૅન્ક ખાતાં ડિફ્રિઝ કરવાનો આદેશ આપ્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer