મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સોયાબીનના પાકને જીવાત
કોજેન્સીસ

નવી દિલ્હી, તા. 11 અૉગ.

સફેદ કીડા, સેમીલુપર ઇયળ અને સફેદ જીવાતથી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સોયાબીનના પાક સામે ખતરો ઊભો થયો છે. આથી ખેડૂતોને ઇન્સેકટીસાઇડનો છંટકાવ કરવા જણાવાયું છે.

મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં આની અસર વધુ જોવાઈ છે જે મહત્ત્વનો સોયાબીન બેલ્ટ છે. ભારતમાં તેલીબિયાંનું સૈથી વધુ ઉત્પાદન મધ્યપ્રદેશમાં થાય છે અને તે પછીના ક્રમે મહારાષ્ટ્ર આવે છે. વર્તમાન વાવણીની મોસમમાં મધ્યપ્રદેશમાં સોયાબીનનું વાવેતર ઘટી 47.1 કરોડ હેક્ટરમાં થયું છે, જે આગલા વર્ષે 53.6 કરોડ હેક્ટર હતું. દેશમાં સોયાબીન એકરેજ 10 ટકા ઘટી 99 કરોડ હેક્ટર થયું છે.