વેન્કૈયા નાયડુની ઉપરાષ્ટ્રપતિપદે વરણી એ લોકશાહીની માનવંદના : નરેન્દ્ર મોદી

પીટીઆઈ

નવી દિલ્હી, તા.11 અૉગ.

એમ વેન્કૈયા નાયડુનું રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે  સ્વાગત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, તેમની વરણી ભારતીય લોકશાહીની માનવંદના છે કે, લોકો ગરીબ અને ગ્રામીણ પૃષ્ઠભૂમિથી બંધારણના ટોચના પદ સુધી પહોંચે છે.

નાયડુએ ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા અને ઉપલા સભાગૃહના ચેરમેનપદે બિરાજમાન થયા હતા. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે શપથ લેવડાવ્યા હતા. તેમણે પોતાના સૌપ્રથમ વક્તવ્યમાં જણાવ્યું હતું કે ભારતની મૂળ સંસ્કૃતિ કૃષિ છે અને તેના વિકાસને પ્રાથમિકતા અપાય તેવી અપેક્ષા છે.

મોદીએ આજના દિવસનું ઐતિહાસિક મૂલ્ય સમજાવતા જણાવ્યું હતું કે, સ્વતંત્રતાની લડતમાં 18 વર્ષીય યુવા ક્રાંતિકારીને બ્રિટિશ દ્વારા ફાંસી આપવામાં આવી હતી. આ ઘટના આપણને તેમના સ્વતંત્રતા માટે આપેલા બલિદાન તેમ જ આપણને સૌને સોંપેલી જવાબદારી યાદ અપાવે છે. ખેડૂતના દીકરા તરીકે નાયડુ જે. પી. નારાયણ સાથે જોડાયા હતા. ત્યારબાદ તે હવે બંધારણના બીજા ક્રમમાં આવતા ટોચના પદે છે. તેમણે જણાવ્યું કે, ખેડૂતો અને ગરીબોની ચિંતા હંમેશાં મારા હૃદયમાં હોય છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer