ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા રૂા. 20 લાખ કરવાને મંજૂરી
નવી દિલ્હી, તા. 12 સપ્ટે.

સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટેની કરમુક્ત ગ્રેચ્યુઇટીની મર્યાદા રૂા. 10 લાખથી વધારીને રૂા. 20 લાખ કરવા માટેના સુધારા ખરડાને આજે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.

આ સુધારાને પગલે ખાનગી ક્ષેત્રના તેમ જ જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને સરકારી અંકુશ હેઠળની સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓને માટે ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા કેન્દ્ર સરકારના કર્મચારીઓ જેટલી જ થશે, જે હાલમાં રૂા. 20 લાખ છે.