બેસલ-3 ધોરણોને અનુસરવા બૅન્કોને $65 અબજ મૂડીની જરૂર : ફીચ

કોજેન્સીસ

મુંબઈ, તા. 12 સપ્ટે.

રેટિંગ એજન્સી ફીચના કહેવા મુજબ નવા બેસલ-3 ધોરણોને અનુસરવા માટે ભારતીય બૅન્કોને માર્ચ 2019 (નાણાકીય વર્ષ 2018-19) સુધીમાં વધુ 65 અબજ ડૉલર મૂડીની જરૂર પડશે. 

રેટિંગ એજન્સીએ પહેલા 90 અબજ ડૉલરનો અંદાજ ધાર્યો હતો, જે હવે ઘટાડીને 65 અબજ ડૉલરનો રાખ્યો છે. ફિચે જણાવ્યું કે, અસ્ક્યામત સુયોજન અને ધારણા કરતાં લોન વૃદ્ધિ નબળી હોવાથી 90 અબજ ડૉલરના પહેલા અંદાજ કરતા મૂડીની જરૂરિયાત ઘટી છે. તેમ જ અંદાજિત અછતનો હિસ્સો 95 ટકા છે, જેને પહોંચી વળવા માટે સરકાર હસ્તક બૅન્કો સક્ષમ નથી.

આંતરિક મૂડી ઊભી કરવાની શક્યતા ઓછી છે અને રોકાણકારોનો ઓછો વિશ્વાસ ઈક્વિટી મૂડી બજાર વધવા સામે અવરોધરૂપ છે, એમ ફીચે નિવેદનમાં જણાવ્યું છે. ભારતીય બૅન્કોની નબળી મૂડી સ્થિતિ નકારાત્મક અસરનું મુખ્ય કારણ છે અને જો આ મુશ્કેલીનો ઉકેલ લાવવામાં આવે નહીં તો દબાણ વધશે.

તાજેતરના મહિનાઓમાં ટીયર-1 મૂડી બજાર વધ્યું છે, જે દર્શાવે છે કે સરકાર હસ્તક બૅન્કોને કૂપન ચુકવણી નકારવા માટે સરકાર સહાય કરે છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer