મોંઘાં શાકભાજીના કારણે ભાવ વધતાં અૉગસ્ટમાં રિટેલ ફુગાવો 3.36 ટકા વધ્યો, જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું

મોંઘાં શાકભાજીના કારણે ભાવ વધતાં અૉગસ્ટમાં રિટેલ ફુગાવો 3.36 ટકા વધ્યો, જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું
કોજેન્સીસ

નવી દિલ્હી, તા. 12 સપ્ટે.

વપરાશકાર ભાવાંક આધારિત ભારતનો હેડલાઇન ફુગાવો પાંચ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી અૉગસ્ટમાં 3.36 ટકા થયો છે જે મહિના પૂર્વે 2.36 ટકા હતો, એમ સેન્ટ્રલ સ્ટેનસ્ટીક્સ અૉફિસે જણાવ્યું છે. હેડલાઇન રિટેલ ફુગાવો એક વર્ષ અગાઉ 5.05 ટકા હતો. બીજી તરફ ઔદ્યોગિક ઉત્પાદન 1.2 ટકા વધ્યું છે.

શાકભાજીના અને આવાસના ભાવો વધવાથી ફુગાવો વધ્યો છે. અૉગસ્ટમાં વેજીટેબલ ઇન્ડેક્સ 5.9 ટકા વધ્યો હતો જ્યારે હાઉસિંગ ઇન્ડેક્સ 1.4 ટકા વધ્યો હતો. અૉગસ્ટમાં ફુગાવાનો દર સર્વસંમત અંદાજોથી ઊંચો રહ્યો છે.

ભારતનું ઔદ્યોગિક ઉત્પાદન જુલાઈમાં 1.2 ટકા વધ્યું છે જે જૂનમાં 0.2 ટકા ઘટયું હતું, વીજપેદાશ અને માઇનિંગ ઉત્પાદન વધવાથી આ વધારો દેખાયો છે.

ઔદ્યોગિક ઉત્પાદન ગત વર્ષે જુલાઈમાં 4.5 ટકા વધ્યું હતું. જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન જે થયું છે તે સર્વસંમત અંદાજોથી ઓછું છે.

એપ્રિલ-જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદન 1.7 ટકા વધ્યું છે. ગત વર્ષના આ જ ગાળામાં તે 6.5 ટકા વધ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer