રવી વાવેતરમાં 32 લાખ હેક્ટરનો ઘટાડો

નવી દિલ્હી, તા. 4 ડિસે.
રવી - પાકના વાવેતરમાં ગયા વર્ષની સરખામણીમાં 32 લાખ હેક્ટરનો ઘટાડો નોંધાતાં દુષ્કાળનું જોખમ વધુ સ્પષ્ટ બન્યું છે. કૃષિ મંત્રાલયના આંકડા મુજબ 30 નવેમ્બર સુધીમાં રવી પાકનું વાવેતર 355 લાખ હેક્ટરમાં થયું હતું. જે વાર્ષિક ધોરણે 32 લાખ હેક્ટર અથવા 8.25 ટકાનો ઘટાડો દર્શાવે છે.
વાવેતરમાં આશરે ત્રીજા ભાગનો ઘટાડો મહારાષ્ટ્રમાં જોવાયો છે જ્યાં અડધોઅડધ તાલુકાઓ જળસંકટનો સામનો કરી રહ્યા છે. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકનો ક્રમ આવે છે.
જાડાં ધાન્યોનું વાવેતર ગયા વર્ષના 40.65 લાખ હેક્ટરથી 27 ટકા ઘટીને 29.64 લાખ હેક્ટર થયું છે. મહારાષ્ટ્રના વાવેતર વિસ્તારમાં 11.05 લાખ હેક્ટરમાં અને કર્ણાટકમાં 1.90 લાખ હેક્ટરનો ઘટાડો થયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer