ઈનપુટ ક્રેડિટનો લાભ પસાર નહીં કરનાર વિક્રેતાઓ વિરુદ્ધ તપાસ થશે

નવી દિલ્હી, તા. 4 ડિસે.
આયાતકાર અને ટ્રેડરો દ્વારા આયાતી મશીનરી પર જીએસટી હેઠળ મળતી ઈનપુટ ક્રેડિટનો લાભ ગ્રાહકોને નહીં આપવા બદલ સરકારે તપાસ શરૂ કરી છે. નેશનલ એન્ટી પ્રોફિટિયરિંગ અૉથોરિટીએ થેકો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આ બાબતે શોકોઝ નોટિસ આપી હતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. એન્ટી પ્રોફિટીયરિંગ અૉથોરિટીના ડિરેક્ટર જનરલ દ્વારા આ બાબતે હવે સંપૂર્ણ તપાસના આદેશ અપાયા છે. તેમણે કંપનીને જણાવ્યું છે કે `તમે નિયમને ભંગ કર્યો હોવાથી અમે, પેનલ્ટી શા માટે લાગૂ કરીએ નહીં?' ક્રાઉન એક્સ્પ્રેસ ડેન્ટલ લેવા દ્વારા થયેલી ફરિયાદના કારણે આ કાર્યવાહી થઈ છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer