મુંબઈ, તા. 4 ડિસે.
સરકારી સિક્યુરિટીઝમાં નાના રોકાણકારોની સામેલગીરીને વધારવા માટે બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ, ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ અને ટ્રેઝરી બિલ્સના નૉન-કોમ્પિટિટિવ બાડિંગમાં રિટેલ રોકાણકારો માટે અૉનલાઈન બાડિંગ પ્લેટફોર્મ `બીએસઈ-ડાયરેક્ટ' લોન્ચ કરશે. આ પ્લેટફોર્મ 3 ડિસેમ્બરથી શરૂ થયું છે. ક્લાયન્ટ્સ/રોકાણકારોને માટે નિ:શુલ્ક ઉપલબ્ધ કરવામાં આવશે. સીધા રોકાણકારો પાસેથી બીડ્સ પ્રાપ્ત કરવામાં આવશે.
બીએસઈએ સરકારી સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલ્સમાં રોકાણ કરવા માટે અગ્રણી એક્સ્ચેન્જ છે. આમાં સિક્યુરિટીઝ અને ફંડ્સ રોકાણકારના ડિમેટ અને બૅન્ક ખાતામાં જમા થાય છે. રોકાણકારે માત્ર એક વાર રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. બીએસઈ-ડાયરેક્ટ પર સપ્તાહના સાતે દિવસ 24 કલાક બાડિંગ દાખલ કરી શકાય છે. સરકારી સિક્યોરિટીઝ અને ટ્રેઝરી બિલ્સ માટેની બીડ ઓક્શનની તારીખના સાંજના પાંચ વાગ્યે બંધ થશે.
બીએસઈના મૅનાજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ અૉફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું, અમે નાના રોકાણકારોમાં વ્યાપક ઈન્ટરેસ્ટ પેદા કરવા બીએસઈ-ડાયરેક્ટ લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ સહભાગીઓને સરળ સંપર્ક પૂરો પાડશે અને રિટેલ ક્લાયન્ટ્સને ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ પૂરી પાડવાની કાર્યક્ષમ યંત્રણા તરીકે કામ કરશે.