કાંદાની નિકાસ માટે વધુ પ્રોત્સાહનની માગણી

કાંદાની નિકાસ માટે વધુ પ્રોત્સાહનની માગણી
પુણે, તા. 4 ડિસે.
દેશમાં કાંદાના સૌથી મોટા વેચાણમથક લાસલગાંવના ખેડૂતો, વેપારીઓ અને એપીએમસીએ સરકારને મર્ચન્ડાઈસ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ (એમએસઆઈએસ) હેઠળ મળતાં પાંચ ટકાનો લાભ વધારીને 10 ટકા કરવાની માગણી કરી છે.
અહીંની એપીએમસીના અધ્યક્ષ જયદત્ત હોલકરે કહ્યું કે છેલ્લાં 10 વર્ષથી પ્રોત્સાહનના અભાવે વૈશ્વિક બજારમાં ચીન, પાકિસ્તાન અને ઇજિપ્તે ભારતને કાંદાની નિકાસમાં પાછળ ધકેલ્યું છે. પાકિસ્તાને કાંદાની દુબઈ નિકાસ શરૂ કરી છે, જ્યારે એપીએમસી આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્રની નવી આવક વધી રહી છે. અગાઉની મોસમનો પાક હજી પણ બજારમાં આવી રહ્યો છે જે સસ્તો વેચાય છે.
હોલકરે કહ્યું છે કે ઉનાળુ મોસમના કાંદાનો 2થી 3 લાખ ટન  સ્ટોક પડેલો છે. આ માલ જૂનો હોવાથી તેના વજનમાં 25થી 30 ટકાની ઘટ આવી છે. લાલ કાંદાનો ભાવ એક ક્વિન્ટલ દીઠ રૂા. 351 જ્યારે નવા બારીક પાકના કાંદાનો ભાવ રૂા. 1051 ચાલે છે. માલબોજો હોવાથી ખેડૂતોને તેમનો જૂનો માલ ઉત્પાદન પડતર કરતાં નીચા ભાવે વેચવાની ફરજ પડી છે. તેથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલે રૂા. 500 (ક્વિન્ટલ દીઠ) ગ્રાન્ટ ભાવાંતર યોજના હેઠળ આપવી જરૂરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer