પ્લાસ્ટિક ઉત્પાદકો, ડેરીઓ દૂધના પાઉચનું રિસાઈકલ કરવા તૈયાર નથી

પ્લાસ્ટિક ઉત્પાદકો, ડેરીઓ દૂધના પાઉચનું રિસાઈકલ કરવા તૈયાર નથી
મુંબઈ, તા.4 ડિસે.
મહારાષ્ટ્ર સરકાર પ્લાસ્ટિક ઉત્પાદકો અને ડેરીઓને એવુ મિકેઝનિઝમ સ્થાપવા માટે આગ્રહ કરી રહી છે, કે તેઓ દૂધના પાઉચનો ફરી ઉપયોગ કરે. પરંતુ એ વાતની અનિશ્ચિતતા છે કે આ ક્ષેત્ર એક્સટેન્ડેડ પ્રોડયુસર્સ રિસપોન્સિબિલિટી (ઈપીઆર) નિયમો અંતર્ગત સજ્જ છે કે નહીં.
પ્લાસ્ટિક ઉત્પાદકોનું કહેવું છે કે પાઉચનો ફરી ઉપયોગ કરવાની જવાબદારી તેમની નથી અને મહારાષ્ટ્ર સરકારનો નિયમ અવ્યવહારું છે. તેમણે સંકેત આપ્યો છે કે જો તેમના ઉપર ઈપીઆર નિયમો લાદવામાં આવે તો 15 ડિસેમ્બરથી ડેરીઓને દૂધના પાઉચની સપ્લાય બંધ કરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer