જોરદાર માગના ટેકે પેલેડિયમે સોનાને પાછળ રાખી દીધું

લંડન, તા. 7 ડિસે.
સોનાને તેની એક ભગિની ધાતુએ પાછળ રાખી દીધું છે. છેલ્લા ચાર મહિનાની જોરદાર તેજી બાદ પેલેડિયમ હાજરના ભાવ સોનાને વટાવી ગયા હતા.
છેલ્લાં સોળ વર્ષમાં પેલેડિયમ કદી સોનાની ઉપર ગયું નથી. પરંતુ હવે ધુમાડા અને ધુમ્મસ વિરોધી સાધનોમાં વપરાતી આ ધાતુમાં જોરદાર માગ નીકળતાં તેના ભાવમાં સતત વધારો જોવાયો છે. ગ્રાહકો ડીઝલને બદલે પેટ્રોલથી ચાલતી કારો તરફ વળ્યા છે. જેમાં અૉટોકેટલિસ્ટમાં પેલેડિયમનો વપરાશ વધુ થાય છે.
`પેલેડિયમ બજારમાં જેટલો માલ હાથમાં આવે એટલો લોકો ઉપાડી રહ્યા છે, `એમ બીએમઓ કેપિટલ માર્કેટના તાઈ વોંગે જણાવ્યું હતું. લંડનમાં બુધવારે પેલેડિયમના ભાવ 1.7 ટકા વધીને 1252.68 ડૉલર ઔંસ દીઠ થયા હતા, જ્યારે હાજર સોનું 0.2 ટકાના ઘટાડો 1236.29 ડૉલર થયું હતું. `પેલેડિયમનો પુરવઠો અત્યંત મર્યાદિત છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer