રાજ્યની ખાંડમિલોમાં પિલાણ પૂરજોશમાં ચાલુ

મુંબઈ, તા. 7 ડિસે.
મહારાષ્ટ્રમાં 167 ખાંડમિલોમાં શેરડીનું પિલાણ પૂરજોશમાં ચાલુ છે. નવેમ્બર 30 સુધીમાં તેમનું કુલ ઉત્પાદન 18 લાખ ટન હતું, જે વાર્ષિક ધોરણે 21 ટકાનો વધારો દર્શાવે છે.
અન્ય અને મહત્ત્વના ખાંડ ઉત્પાદક રાજ્ય ઉત્તર પ્રદેશમાં 109 ખાંડ મિલો સક્રિય છે અને 30 નવેમ્બર સુધીમાં તેમણે 9.50 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું છે. એક વર્ષ અગાઉ આ સમયે 108 મિલો કાર્યરત હતી અને તેમનું કુલ ઉત્પાદન 13.1 લાખ ટન હતું. આ વર્ષે ઉત્તર પ્રદેશમાં પિલાણ મોડું શરૂ થયું હોવાથી ખાંડનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ઓછું છે એમ ઇન્ડિયન સુગર મિલ્સ ઍસોસિએશન (ઇસ્મા)એ જણાવ્યું હતું.
સમગ્ર દેશમાં અૉક્ટોબર-નવેમ્બરમાં ખાંડનું કુલ ઉત્પાદન 39.7 લાખથી થયું છે, જે ગયા વર્ષના 39.1 લાખ ટન કરતા સહેજ વધારે છે. એમ ઇસ્માના આંકડા દર્શાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer