એએઆરના રૂલિંગ બાદ બીપીઓને નોટિસો મોકલવાનું શરૂ

મુંબઈ, તા. 7 ડિસે.
અૉથોરિટી ફોર એડવાન્સ રુલિંગ્સ (એએઆર)એ એ મહિના પહેલા આદેશ આપ્યો હતો કે બેક અૉફિસ સપોર્ટ સર્વિસીસએ નિકાસ તરીકે નહીં પરંતુ સપોર્ટ સર્વિસીસમાં વર્ગીકૃત થતી હોવાથી કર વિભાગે હવે મલ્ટીનેશનલ કંપનીઓ અને ભારતીય કંપનીઓની બેક અૉફિસ અથવા બીપીઓને નોટિસો ફટકારી છે, જે વિદેશમાં તેમની સર્વિસીસ અૉફર કરે છે.  એએઆરના આ આદેશને પગલે વિદેશી કંપનીઓને સપોર્ટ કરતી મલ્ટીનેશનલ અને ભારતીય કંપનીઓને હવે 18 ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) લાગુ પડશે. એએઆરનું કહેવુ છે કે અમૂક સર્વિસીસ પુરી પાડતી બીપીઓ કંપનીઓ મધ્યસ્થ તરીકે વગીકૃત થાય છે અને નિકાસલક્ષી સેવાઓમાં ગણાય નહીં. 
સૂત્રોના કહેવા મુજબ મોટા ભાગની કંપનીઓને આ બાબતે પ્રશ્નો પૂછવામાં આવશે અથવા મધ્યમ કદની અને નાની કંપનીઓને નોટિસ ફટકારવામાં આવશે. જોકે, કર નિષ્ણાતોના મતે મોટી કંપનીઓ પણ તપાસ અંતર્ગત આવશે. 
અર્નેસ્ટ ઍન્ડ યંગ (ઈવાય) ઇન્ડિયાના ટૅક્સ અને રેગ્યુલેટરી સર્વિસીસના પાર્ટનર ઉદય પિંપરીકરે કહ્યું કે, ઘણી બીપીઓને સત્તા તરફથી નોટિસો મળી છે અને એએઆરના આ ચુકાદાથી અનિશ્ચિતતા નિર્માણ થશે. બીપીઓ સર્વિસીસ ઉપર 18 ટકા કર લાદતા દેશની એકંદર `નિકાસ' ઉપર અસર પડશે. 
ઉદ્યોગના આંતરિક વર્તુળોનું કહેવું છે કે એએઆરના આ ચુકાદાથી બીપીઓ હવે શું કમિશન એજન્ટ અને બ્રોકર્સ ગણાશે? જો ગણાય તો તેમની સર્વિસીસને નિકાસમાં ગણી શકાય નહીં. તેથી તેમણે ફક્ત નિકાસના જ કર ચૂકવવાના રહેશે, કેમ કે નિકાસમાં સ્થાનિક કર લાગુ પડતા નથી, ઉપરાંત અમૂક લાભ પણ મળે છે. આથી વિદેશી કંપનીઓને દેશની કંપનીઓ જે સર્વિસીસ પૂરી પાડે તે નિકાસમાં ગણાશે નહીં તો તે ભારતમાં કરપાત્ર ગણાશે.  અમૂક કેસોમાં કર વિભાગે બીપીઓને પ્રશ્ન પૂછીને સ્પષ્ટતા માગી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer