વિદેશી બજારો જોડે ભારતીય માર્કેટ ટ્રેડિંગમાં તાલ મેળવી શકશે?

મુંબઈ, તા. 7 ડિસે.
સિક્યુરિટી બજાર નિયામક સેબીએ કોમોડિટી ડેરીવેટિવ્ઝ માર્કેટના ટ્રેડિંગના કલાક - એક કલાક વહેલો કરી સવારના 9 વાગ્યાનું સૂચવ્યું છે અને એગ્રી-ટ્રેડિંગ રાતના 9 વાગ્યા સુધી ચાલુ રાખવાનું સૂચવ્યું છે, જે 4 કલાક લંબાવવામાં આવ્યા છે. જોકે, વેપારના અમુક વર્ગે આનો વિરોધ કર્યો છે. લાંબા કામના કલાકોની લોકોની તંદુરસ્તી પર વિપરીત અસર પડવાની દલીલ સાથે અમુક લોકો વિરોધ કરી રહ્યા છે. વળી એપીએમસી મંડીઓ ખાતેની ફિઝિકલ માર્કેટના સમય જોડે તેમ જ કમર્શિયલ બૅન્કોના સમય જોડે તે મેળ ખાશે નહીં.
ટોકોમ (ટોકયો એક્સ્ચેન્જ) અને બીએમડી (મલેશિયા એક્સ્ચેન્જ) ભારતીય બુર્સ કરતાં થોડાક કલાકો પૂર્વે ખૂલે છે. આ વિદેશી માર્કેટોને ભારતીય માર્કેટ અનુસરે છે. આ એક્સ્ચેન્જોના ભાવની અસર ભારતના કોમોડિટીના ખૂલતા ભાવ પર પડે છે, જે ભારતીય હેજર્સને અસર કરે છે. રબર અને પામ અૉઈલ તેનો દાખલો છે. શનિવારે સોદા ચાલુ રાખવાની દરખાસ્તનો પણ બ્રોકરો સહિત અમુક પાર્ટીશિપન્ટો વિરોધ કરી રહ્યા છે. જોકે, વેલ્યુ-ચેઈન પ્લેયરનો મોટા ભાગનો વર્ગ થોડાક ઓછા કામના કલાકો સાથે શનિવારે કામકાજ ચાલુ રાખવાની તરફેણમાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer