એક્ઝિટ પોલનાં તારણો રાજસ્થાન - મધ્યપ્રદેશમાં ભાજપ માટે કપરાં ચઢાણ

છત્તીસગઢમાં ભાજપ, જ્યારે તેલંગણામાં ટીઆરએસની જીતનો વર્તારો
 
નવી દિલ્હી, તા. 7 ડિસે.
પાંચ રાજ્યોમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મોટા બે રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શાસક ભાજપ માટે કપરાં ચઢાણના સંકેત આજે વિવિધ એક્ઝિટ પોલમાં મળ્યા હતા. તેમાં રાજસ્થાનમાં કૉંગ્રેસ વિજયની નિકટ છે, જ્યારે મધ્યપ્રદેશમાં ભાજપને સત્તા ફરીથી હાંસલ કરવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે.
આજે રાજસ્થાનમાં પૂરા થયેલા મતદાનની ટકાવારી 72 ટકા જેટલી ઊંચી આવી હતી. જ્યાં રિપબ્લિક ટીવીના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 85 અને કૉંગ્રેસને 105 સીટ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ મધ્યપ્રદેશમાં કુલ 230 બેઠકોમાંથી શાસક ભાજપને 108થી 128 અને હરીફ કૉંગ્રેસને 95થી 115 બેઠકો મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
છત્તીસગઢમાં ઈન્ડિયા ટુડેના એક્ઝિટ પોલ મુજબ ભાજપને 43થી 50 અને કૉંગ્રેસને 32થી 38 બેઠકો મળવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મિઝોરમમાં કૉંગ્રેસને 16 અને એમએનએફને 18, જ્યારે તેલંગણામાં શાસક ટીઆરએસને 85 અને કૉંગ્રેસને 27 બેઠકો મળવાની ધારણા વિવિધ એક્ઝિટ પોલમાં વ્યક્ત કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer