જીએસટી સહેલી પ્લેટફોર્મ માટે એમઓયુ કરાયા

જીએસટી સહેલી પ્લેટફોર્મ માટે એમઓયુ કરાયા
અમારા પ્રતિનિધિ તરફથી 
અમદાવાદ, તા. 7 ડિસે. 
દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ, માર્કેટયાર્ડો, અને સહકારી બૅન્કો જીએસટી રિટર્ન અને ટૅક્સ સહિતની પદ્ધતિ સરળતાથી સમજી શકે તે હેતુસર ગ્રામ વિકાસ કમિશનર દ્વારા જીએસટી સહેલી પ્લેટફોર્મ અને વેબ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે. આજે મુખ્ય પ્રધાનની હાજરીમાં ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની અને રાજ્યની ચાર અગ્રણી સહકારી સંસ્થાઓ વચ્ચે જીએસટી સહેલી દ્વારા જીએસટીના અનુપાલન માટેના એમઓયુ કરવામાં આવ્યા હતા.  
જીએલપીસી સખી મંડળો અને જીએસટી સહાયકોને આ અંગેની તાલીમ આપી નાના વેપારીઓ ધંધા વ્યવસાયકારો ને મદદરૂપ બની સ્વરોજગારના માર્ગે વાળે છે. એમઓયુ અંતર્ગત હવે બહુધા સહકારી ક્ષેત્ર પણ આ જીએસટી સહેલી સેવાઓનો લાભ લેશે. 
મુખ્ય પ્રધાનની ઉપસ્થિતિમાં જીએલપીસીના મૅનાજિંગ ડિરેક્ટર હિંગરજીયા અને ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કાટિંગ ફેડરેશન ગુજરાત સ્ટેટ કો અૉપરેટિવ બૅન્ક અને ગુજરાત રાજ્યકૃષિ બજાર બોર્ડ તેમ જ એનડીડીબીના મૅનાજિંગ ડિરેક્ટર અધ્યક્ષ અને કાર્યવાહક નિયામકોએ એમઓયુ સાઈન કર્યા હતા. જી એસ ટી સહેલી પોર્ટલ અને અૉન લાઈન પ્લેટફોર્મ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ કરવાની દેશમાં ગુજરાતે પહેલ કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer