દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર પદે કે. સુબ્રમણ્યન

દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર પદે કે. સુબ્રમણ્યન
નવી દિલ્હી, તા. 7 ડિસે.
કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન ભારત સરકારના નવા મુખ્ય સલાહકાર તરીકે જાહેર થયા છે.  તેઓ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની કોર્પોરેટ ગવર્નન્સની કમિટિના નિષ્ણાત અને રિઝર્વ બૅન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની ગવર્નન્સ ઓફ બૅન્ક (બૅન્કનો વહીવટી વિભાગ)ની નિષ્ણાત કમિટિના સભ્ય રહી ચૂકયા છે.
કે.સુબ્રમણ્યનની નિમણૂક અરવિંદ સુબ્રમણ્યનના સ્થાને થઈ છે, જેમણે પોતાના ચાર વર્ષના કાર્યકાળ બાદ જૂનમાં રાજીનામું આપ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer