સોલાપુરને દેશનું યુનિફૉર્મ હબ બનાવવા માટે કેન્દ્ર બનતી મદદ કરશે : સુશીલ ગાયકવાડ

સોલાપુરને દેશનું યુનિફૉર્મ હબ બનાવવા માટે કેન્દ્ર બનતી મદદ કરશે : સુશીલ ગાયકવાડ
બેન્ગલુરુના ડૉ. પ્રભાકર કોરે કન્વેન્શન સેન્ટરમાં યુનિફૉર્મ, ગાર્મેન્ટ ઍન્ડ ફૅબ્રિક મૅન્યુફૅક્ચર્સ ફેર 2019ની 3જી આવૃત્તિનું ઉદ્ઘાટન
 
સોલાપુરમાં ટેક્સ્ટાઇલ પાર્ક વિકસાવાશે
 
બેન્ગલુરુ, તા. 8 જાન્યુ.
કેન્દ્ર સરકારના ટેક્સ્ટાઈલ્સ ડિરેક્ટર સુશીલ ગાયકવાડે સોલાપુરમાં દેશનું યુનિફોર્મ હબ બનવાની સંભાવના છે અને કેન્દ્ર મહારાષ્ટ્રને લક્ષ્ય હાંસલ કરવા માટે બનતી મદદ કરશે એવી જાહેરાત કરી હતી. સોલાપુરમાં ટેક્સ્ટાઈલ્સ ઉદ્યોગે સમૃદ્ધિ અને વૃદ્ધિ હાંસલ કરી છે અને મોટેપાયે રોજગારી આપી છે. મોદી સરકારે યોગ્ય નીતિઓ સાથે આ મોટા પાયાની વૃદ્ધિ હાંસલ કરવામાં ટેકો આપ્યો છે.
બેન્ગલુરુમાં ભારતના યુનિફોર્મ, ગાર્મેન્ટ એન્ડ ફેબ્રિક મેન્યુફેક્ચર્સ ફેર 2019ની ત્રીજી આવૃત્તિનું તેમણે ઉદ્ઘાટન કર્યા પછી તેઓ બોલતા હતા. આ ફેરનું આયોજન સોલાપુર ગાર્મેન્ટ મેન્યફેક્ચર્સ એસોસિયેશન દ્વારા કરાયું હતું. જે 10મી જાન્યુઆરી સુધી ડૉ. પ્રભાકર કોરે કન્વેન્શન સેન્ટર, પીન્યા મેટ્રો સેન્ટર સામે, યશવંતપુર રેલવે સ્ટેશન નજીક, બેન્ગલુરુમાં સવારે 10થી રાત્રે 9 વચ્ચે ચાલશે.
સોલાપુર ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા મહારાષ્ટ્ર સરકારના ટેક્સ્ટાઈલ્સ વિભાગ સાથે મળીને હાથ ધરેલી આ પહેલની સરાહના કરતાં ગાયકવાડે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટેક્સ્ટાઈલ્સ ઉદ્યોગ માટે પ્રગતિશીલ નીતિઓ લાવવા માટે પ્રયત્નશીલ છે. સોલાપુરમાં ટેક્સ્ટાઈલ ક્ષેત્રે વૃદ્ધિ હાંસલ કરીને નીતિઓ યોગ્ય હોવાનું સિદ્ધ કર્યું છે. તેનાથી રોજગારી ઊભી કરવામાં મદદ મળવા સાથે વધુ યુવાનો આ ક્ષેત્રમાં જોડાયા છે, જે ક્ષેત્ર માટે સકારાત્મક ચિહ્ન છે. 
કેન્દ્ર સોલાપુરને દેશનું યુનિફોર્મ હબ બનાવવા માટે દરેક પ્રયાસ કરવામાં મદદ કરશે.
ગાયકવાડ સાથે મહારાષ્ટ્ર ટેક્સ્ટાઈલ્સ વિભાગના મુખ્ય સચિવ  એચ. કે. ગાવિંદરાજ, કેએલઈ સોસાયટીના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ડૉ. પ્રભાકર કોરે, ટેક્સ્ટાઈલ રાજ્ય પ્રધાન અર્જુન ખોતકર, વિભાગના સચિવ અતુલ પટણે આ સમયે હાજર હતા.
આ સમયે શ્રી સોલાપુર રેડીમેડ કાપડ ઉત્પાદક સંઘના પ્રેસિડેન્ટ રામવલ્લભ જાજુ, ફેર 2019ના ચેરમેન નિલેશ શાહ, સંઘના સેક્રેટરી રાજેન્દ્ર કોચર, મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીઈઓ પ્રિયવર્ત મફતલાલ, સેલ્સના પ્રેસિડેન્ટ એમ. બી. રઘુનાથ, રેમન્ડ લિ.ના સેલ્સ ડાયરેક્ટર અને સંસ્થાકીય વેચાણના હેડ મનોજ ચંદના, યુનિટેક્સ સિન્થેટિક્સ (આઈ) પ્રા. લિ. (વોકી ટોકી)ના મેનાજિંગ ડાયરેક્ટર અશોક પી. સોલંકી, સ્પર્શફેબ ટેક્સ્ટાઈલ્સ પ્રા. લિ.ના ડાયરેક્ટર વિકાસ તોડી, ક્યુમેક્સ મિલ્સ એલએલપીના સ્થાપક અને નિયુક્ત ભાગીદાર સુનીલ ટિબ્રેવાલ, બૉમ્બે ડાઈંગના પ્રોડક્ટ અને હોલસેલ વેપારના ડીજીએમ સુચેન્દ્ર હંચેટ, મહાવીર ટેક્સ્ટાઈલના સ્થાપક અને ડાયરેક્ટર પ્રકાશ ડાકલિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ટેક્સ્ટાઈલ વિભાગના માર્કાટિંગના હેડ વિવેક મહેતા, સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડના સિનિયર જનરલ મેનેજર પ્રદીપ રિંગસિયા હાજર હતા.
ગાવિંદરાજે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે કલસ્ટર પાર્કસ અને ટેક્સ્ટાઈલ પાર્કસ સોલાપુર માટે બનાવવાની યોજના ઘડી કાઢી છે. તેનાથી સોલાપુર ઉદ્યોગ તેનું લક્ષ્ય હાંસલ કરી શકશે. કેન્દ્ર રાજ્યમાં ટેક્સ્ટાઈલ્સ ઉદ્યોગને ભરપૂર ટેકો આપી રહી છે. ફેરની બે આવૃત્તિ યોજ્યા પછી એસોસિયેશને બેન્ગલુરુમાં ત્રીજી આવૃત્તિનું સફળતાથી આયોજન કર્યું છે. આનાથી મહારાષ્ટ્રમાં ટેક્સ્ટાઈલ ક્ષેત્ર તેની પાંખો વધુ ફેલાવી શકશે.
આ ફેરમાં ઉદ્યોગ સંબંધી વિવિધ મુદ્દાઓ અને વિષયો પર ચર્ચા થશે. પેનલ ચર્ચામાં ભારતના યુનિફોર્મ સોર્સિંગ કેન્દ્ર બનાવવું અને તે સાકાર કરવા માટે લેવાતાં પગલાં પર વિચારણાનો સમાવેશ થતો હતો. એસોસિયેશનના પદાધિકારીઓ અને ફેબ્રિક ઉત્પાદકોના મોવડીઓએ અન્ય હિસ્સાધારકો સાથે ચર્ચામાં ભાગ લીધો હતો.
મહારાષ્ટ્રમાં ટેક્સ્ટાઈલ કેન્દ્ર  સોલાપુરમાં છેલ્લાં બે વર્ષથી મેળાની બે આવૃત્તિ યોજ્યા પછી સોલાપુર ગારમેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશને હવે મહારાષ્ટ્રને દુનિયાનું યુનિફોર્મ સોર્સિંગ કેન્દ્ર તરીકે પ્રમોટ કરવા માટે પહેલી જ વાર આ વર્ષે રાજ્યની બહાર મેળો યોજવાનું નક્કી કર્યું છે. યુનિફોર્મ અને ગારમેન્ટ ક્ષેત્રની નામાંકિત બ્રાન્ડ્સ મેળામાં ભાગ લેશે. મફતલાલ, યુ કોડ, વાલજી, ક્યુમેક્સ વર્લ્ડ, સંગમ, બોમ્બે ડાઈંગ, સિયારામ્સ યુનિકોડ, સ્પર્શ ફેબ, ઓન્લી વિમલ, વોકી ટોકી જેવી યુનિફોર્મ ફેબ્રિક ઉત્પાદકોની અમુક અવ્વલ બ્રાન્ડ્સ આયોજકો સાથે સંકળાઈ છે.
સહભાગીઓમાં  કોર્પોરેટ જગતના અવ્વલ નામોમાં મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી, રેમન્ડ, બોમ્બે ડાઈંગ, રણજિત ફેબ્સ લિ., પુષ્પા ટેક્સ્ટાઈલ્સ, જે સી પેસિફિક એપરલ્સ, ઝેવન, ડીએસીઝ, ડીએમ પોઝિયરી, 10 ગ્રામ્સ, ઝૂમ એપરલ્સ વગેરેનો સમાવેશ થાય છે.
દરિયાપારના સહભાગીઓમાં યુએસએ, દુબઈ, ઓમાન, નાઈજીરિયા, ઘાના, નેપાળ, વિયેટનામ, શ્રીલંકા, કતાર અને સેનેગલનો સમાવેશ થાય છે.
આ મેળામાં બ્રાન્ડ્સ, રિટેઈલરો, ડીલરો, ઉત્પાદકો, હોલસેલરો, રિટેઈલ ચેઈન્સ, સેમી- હોલસેલરો, ટ્રેડરો, વિતરકો, ઈ-કોમર્સ એજન્ટો એક છત હેઠળ આવશે. મેળામાં યુનિફોર્મ વેર, પુરુષો, મહિલાઓ અને સ્ત્રીઓનાં વસ્ત્રો, શૂઝ ઉત્પાદકો, મોજાંનાં ઉત્પાદકો, યુનિફોર્મ સંબંધી એસેસરીઝ અને યુનિફોર્મ ફેબ્રિક પ્રદર્શનમાં મુકાશે.
રાજ્યના ટેક્સ્ટાઈલ પ્રધાન સુભાષ દેશમુખના માર્ગદર્શક હેઠળ પ્રથમ બે મેળાનું આયોજન જાન્યુઆરી 2017 અને 2018માં સોલાપુરમાં કરાયું હતું. જાન્યુઆરી 2018માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદઘાટન કર્યું હતું, જેમાં દેશભરમાંથી 10000થી વધુ રિટેઈલરો આવ્યા હતા. મહારાષ્ટ્ર સરકારના ટેક્સ્ટાઈલ મંત્રાલયના સહયોગમાં તે યોજાયો હતો, જેને મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા પ્રાયોજિત કરાયો હતો, જે ભારતમાં કોર્પોરેટ યુનિફોર્મ્સ, વર્ક વેર અને સ્કૂલ યુનિફોર્મ ફેબ્રિક અને ગાર્મેન્ટ્સમાં બજાર આગેવાન અને સૌથી મોટી ઉત્પાદક છે અને તેને બૅન્કિગ ભાગીદાર તરીકે બૅન્ક ઓફ ઈન્ડિયા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. મેળાનું અંતિમ લક્ષ્ય 2022 સુધી સોલાપુરમાં 2000 નવા એકમો ઊપજાવવાનું અને આ પ્રક્રિયામાં આ શહેરને ભારતનું યુનિફોર્મ સોર્સિંગ કેન્દ્ર બનાવવાનું છે.
સોલાપુર ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન આવા મેળાઓનું આયોજન કરવા સાથે કપડાં સીવવા માટે તાલીમ કેન્દ્ર શરૂ કરવાની પણ પહેલ કરી છે, જ્યાં જરૂરતમંદ મહિલાઓને નિ:શુલ્ક તાલીમ આપવામાં આવે છે. જુલાઈ 2017થી આ કેન્દ્રએ હમણાં સુધી સેંકડો મહિલાઓને તાલીમબદ્ધ કરી છે, જેથી તેઓ વિવિધ ગાર્મેન્ટ ફેક્ટરીઓમાં નોકરીમાં જોડાઈ છે. સોલાપુર ગારમેન્ટ ઉદ્યોગની સંભાવના જોઈને મફતલાલ ઈન્ડસ્ટ્રીઝે અહીં યુનિફોર્મ ગાર્મેન્ટ ઉત્પાદન એકમ શરૂ કર્યું છે.
સોલાપુર ગારમેન્ટ વેપાર માટે નોંધનીય લાભ ધરાવે છે, જેથી આવા આંતરરાષ્ટ્રીય સ્તરના 
યુનિફોર્મ અને ગાર્મેન્ટ પ્રદર્શનના પ્રમોશન અને વિસ્તરણમાં મદદ થાય છે. દક્ષિણ ભારતમાં યુનિફોર્મ ઉત્પાદન ઉદ્યોગ સંગઠિત નથી અને સામાન્ય રીતે અહીં પ્રત્યક્ષ કાપડના સ્વરૂપમાં સ્થાનિક સ્કૂલોને કપડું પુરવઠો કરવામાં આવે છે, જે સ્થાનિક રિટેઈલરો અને સંસ્થાઓ સ્થાનિક દરજીઓ પાસેથી સીવડાવે છે, જેને લીધે બહુ જ અસુવિધા ઊભી થાય છે. હવે બેન્ગલુરુમાં મેળાનું આયોજન ભારતના અન્ય ભાગોને હવાઈ માર્ગે ઉત્તમ જોડાણ હોવાથી આશીર્વાદ નીવડી શકે છે. સોલાપુરમાં સ્કૂલ યુનિફોર્મ, બાળકોનાં વસ્ત્રો, સ્ત્રી અને પુરુષોના ડ્રેસ માટે ઉચ્ચ માગણી જોવા મળી હતી અને તેથી આ ઉદ્યોગની આ પ્રદેશમાં ઉત્તમ પ્રગતિ થઈ છે.
સોલાપુર મુંબઈ, પુણે અને હૈદરાબાદ નજીકનાં એરપોર્ટ હોવા સાથે રેલ અને રસ્તાના નેટવર્ક થકી દેશના અન્ય ભાગો સાથે ઉત્તમ રીતે જોડાયેલું છે અને તે પરિવહન, શ્રમિકો અને કાચા માલોની આસાન ઉપલબ્ધતાને લીધે મહારાષ્ટ્રમાં ગાર્મેન્ટ ઉદ્યોગ સ્થાપવા માટે ભાવિ રોકાણ સ્થળ તરીકે માનવામાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer