ટ્રમ્પ એચવન-બી વિઝાધારકોને યુએસ સિટિઝનશિપ આપવા તૈયાર

(પીટીઆઈ), વોશિંગ્ટન, તા. 11 જાન્યુ.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જણાવ્યું હતું કે ઉચ્ચ શૈક્ષણિક પાત્રતા ધરાવતા એચવન-બી વિઝાધારકોને અમેરિકન નાગરિકત્વ (સિટીઝનશિપ) આપવાની યોજના ધરાવે છે. ટ્રમ્પની આ ઘોષણાથી મૂળ ભારતના હજારો આઈટી નિષ્ણાતો, જે એચવન-બી વિઝા ધરાવે છે તેમને અમેરિકન સિટિઝનશિપ મળવાનો માર્ગ મોકળો થશે.
ડોનાલ્ડ ટ્રમ્પે આજે વહેલી સવારે ટ્વિટ દ્વારા જણાવ્યું હતું કે અમેરિકામાં એચવન-બી વિઝાધારકોને તેમની કારકિર્દીને પ્રોત્સાહિત કરવા માટે સિટિઝનશિપ આપવા માટે જરૂરી પગલાં ટૂંક સમયમાં લેવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer