જીએસટી-રજિસ્ટર્ડ નાના વેપારીઓ માટે ઇન્સ્યુરન્સ સ્કીમ

પીટીઆઈ, નવી દિલ્હી, તા. 11 જાન્યુ.
સામાન્ય ચૂંટણીઓ પૂર્વે જીએસટી-રજિસ્ટર્ડ નાના અને મધ્યમ કદના લાખો વેપારીઓ માટે વીમા યોજના લાવવાનું સરકાર વિચારી રહી છે. વેપારીઓને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાના ધોરણે અકસ્માત વીમા કવર પૂરું પાડવાની આ યોજના છે. આમાં પ્રીમિયમ પરવડી શકે તેવું  નીચું હશે.
ઉત્તર પ્રદેશ સરકાર વેપારીઓ માટે જે સ્કીમ ચલાવે છે તેના આધાર પર આ સ્કીમ લાવવામાં આવશે. નાના વેપારીઓને ટર્નઓવરના આધારે રૂા. 10 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer