આરબીઆઈ એપ્રિલમાં ફરી વ્યાજદર ઘટાડશે : સર્વે

આરબીઆઈ એપ્રિલમાં ફરી વ્યાજદર ઘટાડશે : સર્વે
ચૂંટણી પહેલાં આરબીઆઈ નાગરિકોને ખુશ કરશે
એજન્સીસ
બેંગલોર, તા. 8 ફેબ્રુ.
આગામી લોકસભાની ચૂંટણી પહેલાં રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ) વ્યાજદરમાં વધુ ઘટાડો કરી શકે છે. રોઇટરે 0.25 ટકા વ્યાજદર ઘટાડા પછી કરેલા સર્વેમાં જણાવ્યું હતું કે `િરઝર્વ બૅન્ક વધુ 0.25 ટકા વ્યાજદર ઘટાડશે.' ચૂંટણી અગાઉ આ લોકપ્રિય નિર્ણય આરબીઆઈ લઈ શકે છે.
આ દલીલના સમર્થનમાં એજન્સીએ જણાવ્યું છે કે `ગવર્નર શશિકાંત દાસે સ્વીકાર્યું છે કે `વ્યાજદર હજુ ઘટાડવા માટે `અવકાશ' છે. અમે એપ્રિલની નાણાં સમીક્ષામાં આ બાબતે વિચારીશું. દરમિયાન, વરિષ્ઠ અર્થશાત્રી ગારેથ લેધરે જણાવ્યું છે કે મુખ્ય ફુગાવો અત્યારે ઊંચો છે, જે વર્ષાન્તે વધી શકે છે. જેથી વ્યાજ ઘટાડાની અસર ટૂંકા ગાળાની રહેશે.
જોકે આવતા અઠવાડિયે ફુગાવાના આંકડા જાહેર થશે. જે છ મહિનાથી લક્ષ્યાંક કરતાં સતત નીચા રહ્યા છે. બીજી તરફ સંસદની ચૂંટણી અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યાજદર ઘટાડવા રાજકીય દબાણ હેઠળ હોવાથી આ શક્યતા બની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer