ઝીરો ફોરેક્સ માર્ક-અપવાળું દેશનું પ્રથમ ગ્લોબલ ટ્રાવેલ કાર્ડ

મુંબઈ, તા. 12 ફેબ્રુ.
નોકરિયાતો માટે ડિજિટલ બૅન્કિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની નિયોએ ગ્લોબલ ટ્રાવેલ કાર્ડ રજૂ કર્યું છે, `ઝીરો ફોરેક્સ માર્ક-અપ' વાળું દેશનું આ સૌપ્રથમ ફોરેક્સ કાર્ડ છે.
પ્રવાસીઓ આ કાર્ડનો ઉપયોગ કરે ત્યારે કોઈ પણ કરન્સી એક્સચેન્જ પ્રીમિયમ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારની ફી ચૂકવવી નહીં પડે- જે નિયમિત ફોરેક્સ કાર્ડમાં ચૂકવવા પડે છે.
નિયો ગ્લોબલ ટ્રાવેલ કાર્ડ સાથે હોય તો વિદેશી પ્રવાસીઓને મલ્ટિ-કરન્સી ફોરેક્સ કાર્ડ કે ટ્રાવેલર્સ ચેકની જરૂર નહીં પડે - ત્યારે દુનિયાભરમાં 150થી વધારે દેશો અને 35 મિલિયનથી વધારે મર્ચન્ટ સાથે આંતરરાષ્ટ્રીય વ્યવહારો વાજબી બનશે.
આ કાર્ડ ઇન્સ્ટન્ટ ડિજિટલ ઓનબોર્ડિંગ પણ અૉફર કરે છે, જે એનઈએફટી/આઈએમપીએસ મારફતે યુઝર્સનાં બૅન્ક ખાતામાંથી લોડિંગ અૉફર કરે છે.
નિયોના સીઈઓ અને સહ-સ્થાપક વિનય બાગરીએ કહ્યું કે કાર્ડને મોબાઇલ એપનો સપોર્ટ છે, જેમાં વપરાશકારને કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળેથી કૂલ કાર્ડ કે પેમેન્ટ ચેનલ લોક અનલોક કરવાની સુવિધા છે. એપ વપરાશ, એક્સચેન્જ રેટ અને રિફંડ પર રિયલ-ટાઇમ નોટિફિકેશન પણ છે, ત્યારે યુઝર્સને સુવિધાજનક રીતે એટીએમ લોકેશન શોધવા, નજીકમાં અૉફરનો લાભ લેવામાં મદદ કરે છે, જે એને અત્યારે દુનિયામાં અત્યાધુનિક કાર્ડમાંનું એક બનાવે છે.
બિઝનેસ ટ્રાવેલર્સ એપમાંથી દરેક વ્યવહાર માટે બિલો ઉમેરીને કોઈ પણ જગ્યાએથી ક્લેઇમ કરી શકાય છે. આ ક્લેઇમ નિયો કૉર્પોરેટ પોર્ટલ મારફતે તેમની કંપની દ્વારા તાત્કાલિક મંજૂર થઈ શકશે.
બાગરીએ વધુમાં કહ્યું કે ભારતમાં ફોરેકસ કાર્ડનું બજાર 17 અબજ ડૉલરનું છે, આ વર્ષે આશરે બે કરોડ લોકોએ વિદેશ પ્રવાસ કર્યો હોવાની ધારણા છે. વર્ષ 2020 સુધીમાં આ સંખ્યા વધીને પાંચ કરોડની થઈ જશે. આટલી મોટી સંખ્યામાં ભારતીયો વિદેશમાં પ્રવાસ કરતાં હોવાથી અમારો ઉદ્દેશ બજારમાં સિંહફાળો આપવાનો છે.
નિયોના સીટીઓ અને સહસ્થાપક વિરેન્દ્ર બિષ્ટે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ બૅન્કો દ્વારા લેવાતા ઊંચા વિનિમય દર વિષે હંમેશાં ચિંતિત રહે છે, આમાં તેમને નાણાકીય વ્યવહારની રકમ પર 1થી 3 ટકાનો ફરક પડે છે. બૅન્કો કરન્સી એક્સચેન્જ ચાર્જ ઉપરાંત નાણાકીય વ્યવહારની રકમની ટકાવારી કે ફ્લેટ ફી ચૂકવે છે. ઉપરાંત પ્રવાસીઓને વિદેશમાં કાર્ડની સિક્યોરિટી વિષે પણ ચિંતા રહે છે. આ કાર્ડ તમામ સમસ્યાઓનું વન-સ્ટોપ સોલ્યુશન છે. અમે અન્ય ઘટકો સાથે સલામતી પ્રદાન કરવા ડિઝાઇન પ્રક્રિયામાં શ્રેષ્ઠ ટેક્નૉલૉજી અને પ્રયાસોમાં રોકાણ કર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer